આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા - પ્રાપ્ત આશ્રમશાળામાં વિદ્યા સહાયક/શિક્ષણ સહાયક ભરતી||૩૫ સંસ્થાઓ

SB KHERGAM
0

 


શરતો:
(૧) ઉમેદવારે લાયકાત તરીકે જરૂરી તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ સંબંધિત વિષય (લાગુ પડતો હોય તો)ની ટી.ઇ.ટી./ટી.એ.ટી.ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલ હોવી જોઈશે.
(૨) અનામત જગ્યાઓ માટે જે-તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નકલ તથા નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) સામેલ રાખવાના રહેશે.
(૩) જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકારશ્રીએ નિયત કર્યા મુજબની રહેશે. પસંદગી સમિતિએ ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીશ કમિશનરશ્રી દ્વારા બહાલી મળ્યેથી સંસ્થા દ્વારા નિમણૂંક આપવામાં આવશે.
(૪) પગારધોરણ: સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિદ્યાસહાયકને રૂ. ૧૯,૯૫૦/- પ્રતિ માસ તથા શિક્ષણસહાયકને રૂ. ૨૫,૦૦૦/- પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે. સેવા સંતોષકારક જણાયેથી પાંચ વર્ષ બાદ નિયમિત પગારધોરણમાં સમાવવા વિચારણા માટે લેવામાં આવશે. નિયમિત
નિમણૂંક મળ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીની નવવર્ધિત પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સેવા સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલા પણ એક માસની નોટિસથી સેવાનો અંત લાવી શકાશે.

(૫) શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્રમે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્ય સંસ્થામાંથી જ પાસ કરેલી હોવી જોઈશે.
(૬) વયમર્યાદા સરકારશ્રીએ વખતોવખત ઠરાવ્યા મુજબની રહેશે તથા તેમાં નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
(૭) સરકારી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ/કોર્પોરેશન/સંસ્થાના કર્મચારીએ નિમણૂંક સત્તાધિકારીનું એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) અરજીપત્ર સાથે સામેલ કરવાનું રહેશે.
(૮) ઉમેદવારે ખોટી માહિતી રજૂ કરેલ હશે તો તેની અરજી આપોઆપ રદ્દ થશે.
(૯) સરકારશ્રીએ ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.
(૧૦) મહિલા કર્મચારીએ ગૃહમાતા તથા પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોઈ પ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર રહેવું ફરજિયાત છે. તેઓને સંસ્થા તરફથી રહેઠાણની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. સ્થળ પર નિવાસ ન કરતા કર્મચારીને શિસ્તભંગ બદલ ફરજમાંથી છૂટા કરવામાં આવશે.
(૧૧) આદિજાતિ વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગે વખતોવખત નિયત કરેલ શિક્ષણ વિષયક સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન કરવાનું રહેશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ
અધિનિયમ, ૧૯૪૯ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨ના સંબંધિત નિયમો પણ લાગુ પડશે.
ઉપરોક્ત જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટા (જો વધારાની લાયકાત
ધરાવતા હોય તો તે પણ) અરજી સાથે સામેલ રાખી તા. ૧૦/૦૩/૨૦૨૩ પહેલાં સંસ્થાના સરનામે મળી જાય તે રીતે ફક્ત R.P.A.D.થી જ અરજી મોકલવાની રહેશે. એકથી
વધુ આશ્રમશાળાઓની જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક ઉમેદવારે તમામ સંબંધિત સંસ્થામાં અલગ-અલગ અરજી કરવાની રહેશે. ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક
નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા),ની કચેરી, સી-બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જૂનાથાણાં, નવસારી - ૩૯૬૪૪૫ને મોકલી શકશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top