તારીખ-૦૭-૦૫-૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિણ ધોડિયા જ્ઞાતિમંડળ, સુરખાઇ દ્વારા ૨૫ (પચ્ચીસમાં) સમૂહલગ્નનું કરવામાં આવેલ આયોજન.

SB KHERGAM
0

  


સમાજને આંગણે, સમૂહલગ્નના માંડવે. 

શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિમંડળ, સુરખાઇ આયોજીત ૫ (પચ્ચીસમા) સમૂહલગ્ન પ્રસંગે, પરિવર્તનના પડકારે, પ્રવર્તમાન પરિતાર્થાતના પ્રવાહે, સંગઠનના સહિયારે, તૂર-થાળીના નાદે, આનંદ ઉત્સાહના હિલોળે સૌ જ્ઞાતિજનોને આ પવિત્ર પ્રસંગે સફળતાના સહભાગી બનવા હાર્દિક આમંત્રણ.

શ્રી જ્ઞાનકિણ ધોડિયા જ્ઞાતિમંડળ, સુરખાઇ દ્વારા ૨૫ (પચ્ચીસમાં) સમૂહલગ્નનું આયોજન આગામી તા.૦૭-૦૩-૨૦૨૩ના રવિવારના રોજ  શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન ખાતે યોજેલ છે.  પ્રસંગે મંડળ આપની સમક્ષ નીચેના વિચારો પ્રગટ કરે છે. 

શ્રી જ્ઞાનકિરણ મંડળ આજે ૨૫ માં સમૂહલગ્નનું આયોજન કરી રહેલ છે એ આદિવાસી સમાજ માટે એક ગૌરવની વાત છે. આયોજનમાં સમાજના દરેક સ્તરના સમાજબંધુ ભગીનીઓના સહકાર અને સહયોગથી જ આ પ્રસંગ દીપી ઉઠેલ છે. આજની કાળઝાળ મોંધવારીમાં આંધળુ અનુકરણ કરી દેવાદાર બની ભાવિ પેઢીનું ભાવિ અંધકારમય બનાવવા કરતાં પરીવર્તનશીલ પ્રગતીના પંથના રાહબર બની સમાજને નવો રાહ ચીંધી એક પ્રેરક ઉદાહરણ બની શકીએ એ આપણા દ્રઢ નિશ્ચયની વાત છે. સમૂહલગ્ન અંગેની ફી બન્ને પક્ષ તરફથી રૂા. ૫૦૦૦/- નક્કી કરેલ છે. મંડળ તરફથી ભોજન, લગ્ન વિધિનું વિડીયો શુટીંગ, વાજીત્ર, કન્યાદાનની ભેટ સોગાદની વ્યવસ્થા, કરવામાં આવશે તેમજ સરકારશ્રી તરફથી ‘સમૂહલગ્નના સાત ફેરા’’ યોજના હેઠળ લાભ મેળવવા પણ યુગલોને રૂ. ૧૦૦૦૦/-ની આર્થિક સહાય મેળવી આપવા માટેના ફોર્મ ભરી આપવામાં આવશે. મંડળે નક્કી કરેલ નિયમોમાં કોઇપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. જેની નોંધ લેવી. 

"શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સમાજના પરિવર્તન પંથની એક દીવાદાંડી છે. એના સહિયારે મંઝિલ મેળવવી કે મઝધારે ડૂબવું એ આપના હાથની વાત છે."

આપનું આ પ્રસંગે સમાજ માટે નીચે મુજબનું યોગદાન અર્પણ કરી આભારી કરી શકશો.

  • સમૂહલાનાં આયોજનમાં આપના પુત્ર - પુત્રીના નામ નોંધણી કરાવી સમાજના પથદર્શક બની શકો છો. 
  •  આ પ્રસંગે સમાજ તરફથી અર્પણ થતાં કન્યાદાનમાં નવદંતિઓને ભેટ અર્પણ કરીને.
  •  સમૂહલગ્ન પ્રસંગે વિવિધ જરૂરીયાત જેવી કે શાકભાજી, અનાજ કે રોકડ સ્વરૂપમાં સમાજને દાન અર્પણ કરીને.
  • કોઈક કુટુંબના માર્ગદર્શક બનીને આ સમુહલગ્નમાં જોડાવા અનુરોધ કરીને. 

અરજી ફોર્મ સમાજભવન સુરખાઈ ખાતેથી પ્રાપ્ત થશે.

ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ :૧૫|૦૪|૨૦૨૩ રહેશે.

Shree Gyankiran dhodiya samaj bhavan Location: Click here

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top