નવસારી જિલ્લાનો ઈતિહાસ: History of Navsari district

SB KHERGAM
0

 

નવસારી જિલ્લાનો ઈતિહાસ: History of Navsari district 

ઉત્તરે સુરત જિલ્લો અને પૂર્વમાં ડાંગ જિલ્લા પશ્ચિમ આવેલ ઘુઘવાતા અરબી સમુદ્ર નજદીક વિકસીત નવસારી શહેરનો ઈતિહાસ ખૂબજ પ્રતિભાશાળી છે. નવસારી તાલુકાના કુરેલ ગામ નજીકથી પૂર્ણા નદીનો પ્રવેશ થાય છે. અહીં પૂર્ણા નદીની લંબાઈ ૩૬.કિ.મીટર છે. નવસારી જિલ્લો દક્ષિણ ગુજરાતનું એક પ્રાચીન ઐતિહાસિક શહેર છે. જે સમુદ્રની સપાટીઓથી લગભગ ૧૫૦ ફુટ ઊંચાઇએ આવેલો હોવાથી ઉનાળામાં પણ અહીંની આબોહવા ખુશનુમા રહે છે. નવસારી મુંબઈ અમદાવાદ બ્રૉડગેજ રેલ માર્ગ ઉપરનું મહત્વનું સ્ટેશન છે. અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૮ દ્વારા નવસારી ગુજરાતના મોટા શહેરો સાથે ગુજરાત પરિવહન નિગમ બસ સેવાથી સંકળાયેલું છે. આઝાદી પહેલા ભૂતપૂર્વ રાજ્યનું નવસારી પ્રાંત મુખ્ય મથક હતું ૧ લી મે ૨૦થી નવસારીનો સમાવેશ સુરત જિલ્લામાં થયો હતો. હાલ ૨ જી ઓક્ટોબર ૧૯૯૭ થી નવસારી પ જીલ્લો અસ્તિત્વમાં આવેલ છે.


જૂના લેખોના આધારે નવસારીની ખ્યાતિ સાતમી સદીથી જાણવા મળે છે. ઈ.સ.૬૭૧ના સમયમાં નવસારી તરીકે ઓળખાતા આ પ્રદેશમાં ચાલુક્ય વંશની લાટ શાખાનું રાજ્ય હતું. આ વંશમાં અવનિજનાશ્રી તરીકે પુલકેશી રાજા રાજ્ય ભોગવતા હોવાનું જણાય છે. પુલકેશી રાજાએ નવસારીકાને જીતવા આવેલ અરબી ફોજને પરાસ્ત કરી પાછી કાઢી હતી. આ ચાલુક્ય શાસન ઈ.સ.૭૪૦ સુધી રહ્યું હોવાનું જણાય છે. આ સમયે નવસારી ખાતે ટેકરીઓ ઉપર છુટી છવાઈ હળપતિ, કોળી અને રાજપૂતોની વસ્તી હતી તથા તે સમયે શીલાદુતનિય ગુરૂ નાગવર્ધને હાલના નાગતલાવડી વિસ્તારમાં વસવાટ કર્યો હોવાનું જણાય છે. તેથી આ વિસ્તાર નાગમંડળ તરીકે જાણીતો થયો અને તેમાંથી સમયે જતા હાલનું નવસારી ઉતરી આવ્યાનું જણાય છે.ઈ.સ. ૮૨૫માં સંત પંથના મહાન સ્થાપક સૈયદ નુરુદીન ઉર્ફેધી સૈયદ સાદાતે નવસારીમાં લુન્સીકુઈ વિસ્તારમાં વસવાટ કર્યો હતો. તેમના ચમત્કારોથી આસપાસનાં પ્રદેશોમાં જાણ થતાં તેઓ ઓલીયા એટલે કે મહાન માણસ તરીકે જાણીતા થાય તેથી નવસારીની ખ્યાતી વધી હોવાનું પૂર્વ લેખોથી જાણવા મળે છે. ઓલીયાની ખ્યાતીના પ્રતિકરૂપે આજે પણ લુન્સીફુઈ વિસ્તારમાં રોજો, મસ્જિદ અને હોજ ઉપરાંત કેટલાક મકાનો જોવા મળે છે. અગાઉ નાગશાહી, નાગશારક, નવ સર્રહ. નાામંડળ અને પારસીપુરી જેવા વિવિધ નામ આ શહેરે ધારણ કર્યાના અભિપ્રાયો જોવા મળે છે. નવસારી પારસીપુરી તરીકે પણ જાણીતું હોવાનું માલુમ પડે છે. પારસીઓએ સૌ પ્રથમ હાલનાં નવસારીમાં પગ મૂક્યો ત્યારે અહીની આબોહવા સારી જેવી લાગતા તેમણે નવસારીનું નસો-સારી એવું અર્થઘટન ક્રયોનું જણાય છે.


આથી વિશેષ જણાયેલ છે કે અઢારમી સદીના બીજા દશકામાં મરાઠાઓ સોનગઢથી નવસારી આવી નવસારી ઉપર સત્તા જમાવી જૂનાથાણાનો વિકાસ કર્યો હતો. ઈ.સ. ૧૮૭૮માં નવસારી ખાતે જેલ, નવું થાણું, સયાજીબાગ, ટાઉનહોલ, લાઈબ્રેરી, વારીગૃહ, ઈસ્પિતાલો, દવાખાના, શાક અને મચ્છીમાર્કેટ, વહીવટી કચેરીઓ અને ઐતિહાસીક ઈમારતો અસ્તિત્વમાં આવી, શહેરનાં ટાવરની પૂર્વમાં આવેલ મધુમતીમાં પાર્શ્વનાથનું દેરાસર આવેલ છે. જે દર્શાવે છે કે નવમાં સૈકામાં નવસારી જૈન સંપ્રદાયનું મોટું કેન્દ્ર હશે. સનાતની અને જૈનોના વસવાટવાળી પટવા શેરીના એક મંદિરમાં બ્રહ્માજીની સુંદર મુર્તિ છે. નવસારીમાં શરૂઆતમાં જુદા-જુદા ટેકરાઓ ઉપર વસવાટસ થયાનું જણાય છે. અને, વસ્તી વધતા નીચેના વિસ્તારોમાં વસવાટ થયો હશે તેમ માનવામાં આવે છે. વિવિધ ટેકરાઓ ઉપર આવેલ લતામા બાનાવાડ, કામુશ મહોલ્લો, મુસલમાનોનો મહોલ્લો, પટવાશેરી, દડંગવાડ, કુતરાની ખડકી, મોર મહોલ્લો, દામકા મહોલ્લો, વ્હોરાવાડ છે.જયારે દસ્તુવાડ, દેસાઈવાડ,સાંગાવાડ, કાંગાવાડ,ગોલવાડ વિગેરે મહોલ્લાના નીચા વિસ્તારમાં વસેલા છે. નવસારીનાં તરોટા બજારમાં પારસીઓની વસ્તી છે.પારસી વસ્તીની મધ્યમાં આતશ બહેરામની સ્થાપના થઈ હતી અને વધુ વસ્તીના પરિણામે હાલમાં વિરાવળ વિસ્તારમાં પારસી દુષ્માની વ્યવસ્થા થયાનું જોવા મળે છે. પ્રાચીન સમયમાં નવસારી તેના વેપારી ઉધોગ માટે જાણીતું હતું. ઈ.સ. પૂર્વ ગ્રીક પ્રજામાં ભારતના પશ્ચિમ કિનારાના બંદરોમાં નવસારીનો નવસારી તેના વેપાર ઉધોગ માટે જાણીતું હતું ઈ.સ.પૂર્વ પ્રજામાં ભારતના પશ્ચિમ કિનારાના બંદરોમાં નવસારીનો પ્રખ્યાત બંદર તરીકે ઉલ્લેખ છે. નવસારીનું હાથવણાટનું કામ વખણાતું, વેપારીઓ આ વણાટ કામગીરી જણાવા માટે નવસારીની મુલાકાત લેતા હતા. નવસારી જરી ભરતનાં કામ માટે પણ જાણીતું બન્યું હતું. 

નવસારીની ઉત્તરે નદીના કિનારા ઉપર અમરશાતિ ટાવરો છે. તેમાં સૌથી મોટું ટાવર ઈ. સ. ૧૮૭૭ માં શ્રી નસરવાનજી રતનજી ટાટાએ એમની માતાના સ્મરણાર્થે બંધાવ્યું હતું. ઓધોગીક ક્રાંતિા સર્જક અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ શેઠ શ્રી જમશેદજી નસરવાજી ટાટનો જન્મ આ શહેમાં થયો હતો. જે મકાનમાં તેમનો જન્મ થયો તે ભવ્ય મકાન દસ્તુરવાડ વિસ્તારમાં તેની અસલ સ્થિતિમાં આજે પણ જાળવી રખાયું છે ‘સ્વરાજ’ શબ્દમા પ્રથમ છડીદાર શ્રી દાદાભાઈ નવરોજીનો જન્મ પણ આ ભૂમિ પર થયો હતો. તેમના જન્મ સ્થળનું મકાન પણ દસ્તુરવાડામાં મોજુદ છે.


સર જમશેદજી જીજીભાઈ તથા મહારાષ્ટ્રાના પ્રખ્યાત નાટ્યાકાર બાળ ગણેશ ગડકરી પણ નવસારીમાં જનમ્યા હતા. શહેરની દક્ષિણમાં આવેલ દુધિયા તળાવ જૂનામાં જુનું તળાવ છે. તેની રામજી ટેકરી છે. જેની પશ્ચિમે આશાપુરી માતનું મંદિર છે. બાગબગીચામાં જયુબીલી બાગ તથા મફતલાલ પાર્ક છે.ઈ.સ. ૧૯૩૦ માં દાંડી સત્યાગ્રહ વખતે પૂ. મહાત્મા ગાંધીજીએ તારીખ ૩-૪-૧૯૩૦ના રોજ નવસારીમાં રાત્રી નિવાસ કર્યો હતો. અહીંથી તેઓ જે માર્ગે પસાર થયા હતા તે માર્ગ “મહાત્મા ગાંધી’” માર્ગ તરીકે ઓળખાય છે.


નવસારી શહેર હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય મથક છે. અહીં નાના મોટા ૧૨૦૦ એકમો કામ કરી રહ્યા છે. શહેરમાં બે કાપડમીલો, રાઈસમીલો, શો મીલો, ધાતુના તેમજ ઈંટો અને નળિયા બનાવવાના કારખાના આવેલ છે. ઔદ્યોગિક વિસ્તારમાં રંગ રસાયણના નાના મોટા કારખાનાં છે. બેંક ઓફ બરોડા,ભારતીય સ્ટેટ બેંક, ઈન્ડીયા ઓવરસીસ બેંક, સેન્ટ્રલ બેંક, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, એચ.ડી.એફ.સી. બેંક, આઈ.સી.આઈ.સી.આઈ. બેંક, આ.ડી.બી.આઈ, કેનારા બેંક, સાઉથ ગુજરાત બેંક, જમીન વિકાસ બેંક, ખેતી ઉત્પન્ન બજાર સમિતી કામ કરે છે.


વાંસદાનો ઇતિહાસ : 


ઈ.સ. ૧૭૭૬ થી ઈ.સ. ૧૭૯૧ દરમ્યાન વાંસદા નગરની સ્થાપના થઈ તે સમયે વાંસદાની ઉત્તરે ગાયકવાડ સરકારનું નવસારી પરગુણું, દક્ષિણે ધરમપુર રાજ્ય અને પશ્ચિમે બીલીમોરા રાજ્ય હતું. વ્યુહાત્મક મહત્ત્વને કારણએ શિવાજીએ વાંસદાનું મહત્ત્વ આંક્યું હતું.


વાંસદા પર મહારાજા પ્રતાપ સિંહજીનો શાસનકાળ ઈ.સ. ૧૮૮૫ થી ઈ.સ. ૧૯૧૧ સુધી રહ્યો હતો. તેઓએ શાળાઓ, પુસ્તકાલય, પોસ્ટ ઓફિસ, ધર્મશાળા, બગીચા અને હોસ્પીટલ જેવાં વિકાસ અને સુધારાલક્ષી બાંદકામો કર્યા હતા. દંતકથા અનુસાર આ વિસ્તારમાં વાંસ વધુ થતા હોવાથી વાંસ આપનાર વાંસદા નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે. 


ઐતિહાસિક ઘટનાઓ


દાંડીકૂચ


બુદ્ધ ભગવાનમાં મહાભિનિષ્ક્રમણને યાદ અપાવે એવી ગાંધીજીની અનુપમ દાંડીકૂચની શરૂઆત ૧૨મી માર્ચ સને ૧૯૩૦નાં રોજ સાબરમતી આશ્રમથી થઈ. આશરે ૨૪૧ માઈલનો પ્રાવસ કરીને ૨૫ દિવસમાં ૫મી એપ્રિલે દાંડીમાં આવી પહોંચ્યા. આ દાંડીકૂચમાં ગાંધીજી સાથે ૭૯ સૈનિકો જોડાયાં હતા. જેઓ હાલનાં ગાંધી સ્મૃતિ-કરાડી ખાતે ૨૨ દિવસ રોકાય હતાં અને એ દરમિયાન ગાંધીજીએ દાંડી મુકામે ‘મીઠાંનાં કાયદા’નો ભંગ કર્યો.


આ ઘટના બાદ હાલનાં નવસારીથી દક્ષિણ દિશામાં આવેલ ગાંધીસ્મૃતિ સ્ટેશનથી


ગાંધીજીની ધરપકડ કરી યરવડા જેલમાં લઈ જવામાં આવ્યાં.


૧.૧.૩ ઐતિહાસિક સ્થળો


ગુજરાતમાં રાજા સિદ્ધરાજ જયસિંહના સમયે અરબસ્તાનથી અહીં આવેલાં પીર સૈયદ નુરુદ્દીન સતગૌર સાહેબના ચમત્કારથી ધારાનગરી (હાલ ધારાગીરી)નાં રાજાએ પ્રભાવિત થઈ તેમની દીકરી પાલણદેવીનાં લગ્ન પીર સાહેબ સાથે ધામધૂમથી કર્યા અને આ તળાવ પાસે બધાં લોકેને સરબત પીવડાવ્યો. જેથી સરબતીયાં તળાવ નામ પડ્યું. નવસારી શહેરની મધ્યે આ તળાવ શહેરનાં હાર્દસમાન છે. તળાવ ફરતે થયેલાં વૃક્ષારોપણ તેમજ મધ્યમાં આકર્ષક ફૂવારાનાં લીધે આ તળવાની શોભા ઓર વધી છે.


લાયબ્રેરીઓ


મહેરજી રાણા


નવસારી શહેરના તરોટા બજાર વિસ્તારમાં પારસીઓના વડા અને પ્રથમ દસ્તુર મહેરજી રાણાની યાદગીરીમાં આ પુસ્તકાલય ૧૮૭૨માં સ્થપાયું. પુસ્તકોની વ્યવસ્થામાં અહીં પારસી ચીવટાઈ અને સંપૂર્ણતાનોઆગ્રહ આંખે ઉડીને વળગે એવો છે. ઐતિહાસીક અને સાહિત્ય મુલ્ય ધરાવતાં આ પુસ્તકાલયમાં અવેસ્તા પહલવી અને પાઝોન્ડરસી લિખીત ગ્રંથોના ખજાનાનો ભંડાર, શહેબશાહ અકબરની અસલ સનદ મહેરજી રાણાને અપાઈ હતી. જે અલભ્ય શોધોમાંથી એક હતી.


સયાજી ભૈવ લાયબ્રેરી - નવસારી


સંસ્કારી નગરી નવસારીના આભૂષણ સમી સયાજી વૈભાવ સાર્વજનિક પુસ્તકાલયની સ્થાપના ઈ.સ. ૧૯૮૨ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડનાં હસ્તે થઈ હતી. સદી વટાવેલા આ પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દુ, સિંધી, સંસ્કૃત અને અન્ય ભાષાઓના મળીને કુલ ૧,૦૭,૦૦૦ જેટલા પુસ્તકોનો ખજાનો છે. આ ઉપરાંત ઓડિયો-વિડિયોની શૈક્ષણિક કેસેટો પણ અહીં ઉપલબ્ધ છે. ‘મને ગમતું પુસ્તક' કાર્યક્રમ હેઠળ ઘણા પુસ્તકો પર વાર્તાલાય યોજાયા છે. ઉપરાંત શ્રેષ્ઠ 

વાચક સ્પર્ધા યોજીને મોટી સંખ્યામાં બાળકો તથા વાલીઓમાં વાંચનવૃત્તિ કેળવી છે. રોલમોડેલ કેન્દ્ર શ્રેષ્ઠ વાચકસ્પર્ધા દરમ્યાન ૧૮,૦૦૦થી વધુ બાળકોએ ૧.૬૭ લાખથી પણ વધુ પુસ્તકો સાત માસના ગાળામાં વાંચીને રોલમોડેલ અને ધ્યેય નક્કી કરવાની આ એક વિક્રમજનક ઘટના બની હતી. આ પુસ્તકાલયની પ્રશંસનીય પ્રવૃત્તિને કારમએજ નવસારી માનનીય મુખ્યમંત્રીશ્રીએ ‘પુસ્તકપ્રેમી નવાસીર'નું બિરુદ આપ્યું છે.


૩. ધી ક.ધ. ગઝધર લાઈબ્રેરી ગણદેવી


ધી ક.ધ.ગઝધર લાઈબ્રેરી (ધી કાવસજી ધનજીભાઈ ગઝધર રીડીંગ રૂમ એન્ડ લાઈબ્રેરી) ની સ્થાપના ઈ.સ. ૧૮૬૪માં થઈ હતી. ગણદેવીનાં હોસંગ સોરાબજી જમશેદજી ગઝદરે કલકત્તાના માણેકભાઈ પેસ્તનજી ગઝદરે સમજાવી તેમનું મકાન મફતમાં લાઈબ્રેરીને અપાવ્યું. માણેકભાઈ પેસ્તનજી ગઝદરની શરત અનુસાર તેમના દીકરાના નામ પરથી પુસ્તકાલયનું નામ ધી ક.ધ.રીટીંગરૂમ એન્ડ લાઈબ્રેરી આપવામાં આવ્યું. આ પુસ્તકાલયમાં મુલાકાતી તરીકે પૂ. રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજી ભારતનાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ડૉ. જીવરાજ મહેતાના હસ્તાક્ષર સચવાયેલા છે.


દેસાઈજી હવેલી ગણદેવી


દેસાઈજી હવેલીમાં ગાયકવાડ રાજ્યની સુબાગીરીની સત્તા ભોગવનાર દેસાઈજીના કુટુંબના ગોપાળરાવ દેસાઈ પોતાનું દશ્કર રાખતા હતા. ઈ.સ. | ૧૭૬૧ ના પાણીપતના યુદ્ધમાં તેઓ લડવા ગયા હતા. દેસાઈજી હવેલીમાં ગાયકવાડ સમયની પાલખી આવેલી છે. એવી જ બીજી પાલખી વડોદરાના ગાયકવાડ વારસદારો પાસે છે.


દેસાઈજ કમ્પાઉન્ડ એ દેસાઈજી હવેલીનું સુરક્ષા કવચ સમાન છે. કમ્પાઉન્ડની અંદરથી બે સુરંગ પણ એક અનંતનાથ મહાદેવ મંદિરમાં અને બીજી સુરંગ સુંદરવાડીમાં દેસાઈજી હવેલીમાંથી જતી હતી. એવી પણ લોકવાયકા છે જે ‘ગુણવંત ગણદેવી' પુસ્તકમાં લખાયેલ છે. મિલતા


કિશોર સોક્રેટિયશ


મહારાણી વિકટોરીયાના જયુબિલી મહોત્સવ પ્રસંગે જ્યુબિલી ધર્મશાળા બંધાવી. કાવરી નદીનો ઘાટ અને સામે પાર જવા માટે લાકડાનો પુલ બંધાવ્યો તેના પરથી રાતના દસથી ચાર સુધઈ જવા દેવામાં આવતું ન હતું. રાજ્ય તરફથી અનાથાશ્રમ ખોલવામાં આવ્યો, જેનો લાભ આઠસોથી હજાર માણસો લેતા હતા.


વાંસદાનગરની સીમ ખાંભલા તળાવ ખોદાઈનું કામ શરૂ કરાવ્યું. છપ્પનિયા દુકાળમાં ગરીબોને ખેતી માટે નાણાં, પશુધનની રક્ષાર્થે રાજ તરફથી સહાય આપી હતી. તેમણે પોતાના ખજાનો હું પ્રજાને આપી દઈશ પરંતુ દુકાળમાં 

તેમને જરાપણ તકલીફ પડવા દઈશ નહિ એમ જણાવ્યું હતું. એમની દુષ્કાળ સેવાની તત્પરતાને વૃતાંત તે વખતના ‘ભારત રાજ્ય મંડળમાં' વિસ્તારથી છપાયો હતો. તેમણે રાજ્યમાં કૂવા બંધાવ્યા અને જૂના કૂવા ઊંડા કરાવ્યા. ૧૯૧૦ માં વાંસદા ગામમાં ક્લોક ટાવરની શીલારોપણ વિધી કરાવી. બંધ બનાવ્યા. તેઓ પ્રતાપભવનમાં રાજ્યને લગતી કામગીરી કરતા હતા. પ્રતાપભવનને જૂના દરબાર તરીકે ઓળખવામાં આવે છે.


દિલ્હી દરવાજો, નાસિક દરવાજો, પ્રતાપભવન, કન્યાશાળાનું બાંધકામ ખૂબ જ કલાત્મક હતું.



ટાવર


દિલ્હી દરવાજો નાશિક દરવાજો - વાંસદા


ટાઉન હોલ


મહારાજા ઈન્દ્રસિંજી (૧૯૧૧-૧૯૪૮) એ દસ વર્ષ સુધીનો અભ્યાસ વાંસદામાં જ કર્યા. બાર વર્ષની ઉંમરે ૧૯૯૮ માં ૨જકોટની રાજકુમાર કોલેજમાં દાખલ થયા. જ્યાં એમને કેટલાયે અંગ્રેજ શિક્ષક, અને ગુજરાતના કવિવર શ્રી ન્હાનાલાલ, બ.ક.ઠાકરો વગેરે વિદ્વાનો શીખવતા હતા. મહારાજ પ્રતાપસિંહજીના રાજ્યભિષેકને ૨૫ વર્ષ થતાં રોપ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેના ભેટ સ્વરૂપે વાંસદાના માર્ગો તથા શેરીમાં વીજળીના દીવાની સગવડ કરવામાં આવી. તેમના સ્મરણ રૂપે શહેરનાં મધ્યભાગમાં ૧૯૧૧માં ક્લોક ટાવરની શિલારોપણ વિધિ કરવામાં આવી. તેમનો રાજ્યાભિષેક ૨૪ વર્ષની ઉંમરે ૧૧ મી નવેમ્બર ૧૯૧૧ અને ૧૧ કલાકે વિશાલમંડપ દરબારગઢનાં પટાંગણમાં રાજાશાહી ઠાઠમાઠથી શણગારેલો હતો તેમાં કરાવામાં આવી હતી. એમનો શાસન દરમ્યાન શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા મફત બનાવાઈ હતી. raas


મ્યુઝિયમ


૨ જી ફેબ્રુઆરી ૧૯૨૮ નારોજ મુંબઈના ગવર્નર સરશ્રી લેસ્લી વિલ્સનનાં હાથે સ૨ લેસ્વી વિલ્સન મ્યુઝિયમની શિલારોપણ વિધી કરવામાં આવી. મ્યુઝિયમને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. (૧) ખેતીવાડી સંબંધિત વિભાગમાં જૂના તેમજ નવાં ઓજારો, વિવિધ પ્રકારના બિયારણો મુકવા. (૨) જંગલનાં ઉત્પાદનમાં બનાવેલી વિવિધ ચીજવસ્તુના નમૂના દર્શાવવા. (૩) અલભ્ય એવી વસ્તુઓની કલાકારીગરીની કૃતિ મૂકવી. જેથી નગરજનોને માહિતી મળે. 

સેફી વિલા


૧૯૮૮ થી આ પ્રદર્શન એકમ શરૂ કરેલ છે.


આ ઐતિહાસીક સ્થળેથી ગાંધીજીએ નમક સત્યાગ્રહ કરેલ અને ૧૯૩૦ની ૫ મી એપ્રિલે આ સૈફીવિલા બિલ્ડીંગમાં ગાંધીજીએ રાત્રી રોકાણ કરી ૬ ઠ્ઠી એપ્રિલની વહેલી સવારે આ બંગલાની સામે જ ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. જે આજે “દાંડી સ્મારક” ઐતિહાસીક સ્થળ ગણાય છે. “સૈયદનાહિર સૈફુદીન સાહેબ” ૫૧માં દાઉદી વોરાના ધર્મગુરૂ એ આ બંગલો ૧૯૬૧ માં પડિત જવાહરલાલ નહેરુને આપેલ નેશનલ હેરીટેજ તરીકે વિકસાવવા સ્વતંત્ર ભારતની ૪૦મી વર્ષગાંઠ પર ગાંધીજીની દાંડીકૂચના સ્મરણોત્સવ પ્રસંગે ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૮૮ ના રોજ રાષ્ટ્રપ્રિતિ શ્રી આર વેકટરામનના હસ્તે સંકલ્પ લીધેલ તા. ૨-૧૦- ૧૯૭૬ ના રોજ દાંડી સ્મારકનું ઉદ્ઘાટન રાજ્યપાલ શ્રી કે.કે. વિશ્વનાથના વરદ હસ્તે કરાયું. ૫૦ મી વર્ષગાંઠ નિમિત્તી ૬ઠ્ઠી એપ્રીલ ૧૯૯૮ ના રોજ માનવ સંશાધન વિકાસમંત્રી ડૉ. મુરલી મનોહર જોષી આવેલ. ૨૦૦૫ માં વડાપ્રધાન મનમોહનસિંહ અને શ્રી સોનીયા ગાંધી પણ આવ્યા હતા. આ કચેરીની કામગીરીમાં રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવન કથન વિશે પ્રદર્શન ગોઠવેલ છે તે સ્મારકની દેખભાળ, પ્રદર્શનની જાળવણી સ૨કા૨શ્રી ગુજરાત દર્શન પ્રદર્શન કામગીરી કરે છે. આ સૈફીવિલા બંગલો ૫૧મા દાઉદી વોરાના ધર્મગુરૂનો હોવાથી તેમણે ગાંધીજીના કહેવાથી સરકારને વિના મુલ્યે આપેલ જેથી આ બંગલામાં ગાંધી જીવન દર્શન પ્રદર્શન રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા ૧૯૮૮ માં શરૂ કરી પ્રદર્શન એકમનું સંચાલન માહિતી ખાતા દ્વારા કરવામાં આવે છે. આ પ્રદર્શનના સંચલન માટે માહિતી ખાતામાં ચાર જગ્યા મંજૂર થતાં (૧) સિનિયર સબ એડિટર (૨) ફિલ્મી ઓપરોટર (૩) પાટાવાળા (૪) ચોકીદારની જગ્યાઓ ભરેલ છે. ૫૬\


અજમલ ગઢ - વાંસદા


અજમલ ગઢ વાંસદા તાલુકામાં સહયાદ્રિપર્વત માળાની પૂર્વધાર પર આવેલો ડુંગર છે જે ઘોડમાળ ગામે આવેલ છે. તે સમુદ્ર સપાટીથી અંદાજે ૧૨૦૦ફુટ ઉંચાઈ ધરાવે છે. તેના ઉપર હનુમાનજીદાદા તથા શ્રી નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે મહાશિવરાત્રીનો બે દિવસનો મોટો મેળો ભરાય છે. જેમાં પચ્ચીસથી પાંત્રીસ હજાર યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે.


ઐતિહાસિક દ્રષ્ટ્રિએ ઈરાન દેશમાંથી સંજાણ બંદરે ઉતરેલો પારસીઓ તેનું સ્મૃતિ સ્મારક બનાવવામાં આવેલું છે. છત્રપતિ શિવાજી સુરત લુંટ ચલાવવા આવતાં જતાં અજમલગઢ ઉપર રોકાણ કરતાં. એ સમય દરમિયાન બંધાયેલ વાવ, કિલ્લો તથા ગુફા જોવા મળે છે.


ગુજરાતનાં જોવાલયક સ્થળો પૈકી અજમલગઢને પ્રવાસન ક્ષેત્ર તરીકે જાહેર કરેલ છે. માનનીય ગુજરાત સરકારે ૨૦૦૬ ના વર્ષને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલું હતું. તેમાં અજમલગઢને પ્રવાસન સ્થળ તરીકે પસંદ કર્યું હતું. 



ધાર્મિક સ્થળો


ગણેશવડ મંદિર


ગણેશ સિસોદ્રા ગામમાં ગણેશવડ મંદિર આવેલું છે. ઈ.સ. ૧૯૬૨માં ઔરંગઝેબ નામે મોગલ બાદશાહ થઈ ગયેલ જે હિંદુઓનાં કટ્ટર વિરોધી હતાં. તેણે હિંદુઓના તમામ દેવસ્થાનો પોતાની સલ્તનતમાં સુબાઓ મોકલી મંદિરો તોડી પાડ્યાં હતા. ત્યારે આ ગણેશવડ મંદિર ઉપર પણ કબજો જમાવવા અને મંદિરતોડી પાડવાની તૈયારી કરતાં હતાં. એ સમયે મંદિર પાસેના વડમાંથી અસંખ્ય ભમરાઓ નીકળ્યા અને ઔરંગઝેબની સેના ઉપર તૂટી પડી તેઓને ભગાડી મુક્યાં હતા. ત્યારબાદ મોગલ બાદશાહ ઔરંગઝેબે ગામમાં આવેલા મંદિર માટે ૨૦ વિઘા જમીનની સન્દ લખી આપી.


કપીલેશવર મહાદેવ


નવસારી તાલુકાના સરોણા ગામનાં શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિર ૩૫૦ વર્ષથી પણ વધુ પુરાણું છે. અને તે સમયે વણઝારા લોકો તેમની સાથે ગાય ભેંસો લાવેલા એક ગાય રોજ રાત્રે એક પથ્થર ઉપર દૂધના ટીંકા પાડી આવતી હોવાથી સવારે ગાયનું દૂધ નીકળતું ન હતું. વણઝારા ગાય માલિકને સ્વ× આવ્યું કે, ગાયનાં દૂધની ધારા જે પથ્થર પર છોડતી જો એ પોતે શંકર ભગવાન છે. અને આ જગ્યાએ મંદિર બાંધવાનું જણાવતાં વણઝારા લોકોએ તેજ દિવસથી મંદિર બાંધકામ ચાલુ કરી બીજા દિવસે કૂકડો બોલે તે પહેલાં બાંદી દેવાની અને ન બંધાય તો અહીંથી જતા રેહવાની શરત મુજબ કામ ચાલુ કર્યું પણ આગળનાં ઘુમ્મટનું કામ બાકી રહી ગયું હતું. જે ૧૯૯૪ ની સાલમાં ગામનાં વડીલો દ્વારા ઘુમ્મટનો ભાગ પૂરો કરવામાં આવ્યો છે. આ સ્થળ ઉપર વણઝારા દ્વારા બનાવેલ ઐતિહાસિક વાવ આવેલી છે. પ્રવાસનવર્ષ નિમિત્તે આ ઐતિહાસિક વાવને નવસારી જિલ્લાનાં પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું નક્કી કરાયું છે.

સ્વામિનારાયણ મંદિર

સ્વામિનારાયાણ મંદિર, ગ્રીડ પાસે, નવસારી તાલુકામાં રાજયધોરી માર્ગને અડીને ગ્રીડ પાસે સ્વામિનારાયણનું મંદિર આવેલ છે.

ઉન સાંઈ મંદિર

ગણેશ સિસોદ્રા ગામમની હદમાં નેશનલ હાઈવે નં. ૮ ને અડીને નવસારીથી ૭ કિ.મી. દૂર આવેલા ઉન ગામે શિરડીના સાંઈબાબાના આ મંદિરમાં દર ગુરૂવારે ભક્તોની ભારે ભીડ જામે છે. ૧૯૮૩માં આ મંદિરનું ટ્રસ્ટ બન્યું છે. 

અને તા. ૫-૧-૧૯૮૮ ના રોજ અહી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રામનવમી, ગુરૂપૂર્ણિમા, દશેરા અને પાટોત્સવ જેવા ચાર પ્રસંગો અહીં ધામધૂમથી ઉજવાય છે. શિરડી ખાતે આવેલ મંદિરના જેવું જ મંદિર અહીં સ્થાપિત થયેલ છે. દર ગુરૂવારે આશરે ૩૦૦૦ સાંઈભક્તો દર્શન આરતી અને મહાપ્રસાદનો લાભ મેળવે છે.


વીરવાડી


નવસારી ૭ કિ.મી.ના અંતરે આવેલું વીરવાડીનું આ હનુમાન મંદિર ૪૫૦ વર્ષ જુનું અને ચમત્કારીક કહેવવીય છે. પાતલિયા હનુમાન મંદિર તરીકે જાણીતા આ મંદિરના દર્શને હજરો નવસારીવાસીઓ શનિવારે પહોંચે છે. ચૈત્રવદ પૂનમના દિવસે એક અઠવાડિયાનો મેળો ભરાય છે. ઉમરાના ઝાડમાંથી હનુમાનજી મૂર્તિ પ્રગટ થયેલ છે. એક વ્યક્તિને સ્વમ આવેલ તે વ્યક્તિએ આ મૂર્તિ ઉપાડીને જ્યાં સુધી ઉપાડી શકાય ત્યાં સુધી લઈ આવ્યા અને મૂર્તિની સ્થાપના કરાવેલ છે. ૭ ફૂટ ઉંચાઈવાળી આ મૂર્તિની વિશિષ્ટતાએ છે કે, દરેક મૂર્તિનું


મુખ પૂર્વ દિશામાં છે. દાદાની માનતા સાચી શ્રદ્ધાથી રાખવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે, એવી માન્યતા છે.


રામજી મંદિર


નવસારી શહેરની મધ્યે તળાવ નજીક તપોભૂમિ તરીકે જાણીતી જગ્યાએ લગભગ ૧૦૦ વર્ષ પુરાણ અને ઐતિહાસિક શ્રી રામજી મંદિર આવેલું છે. ૧૮પ૭ ના સ્વાતંત્ર્ય વિપ્લવ વખતે તાત્યા ટોપે અહીં ભૂગર્ભ વાસ ક્રયા હતો અને આ રામજી ટેકરી પર તેમણે તપ કર્યું હતું. તેથી તેહલ દાસજી મહારાજ તરીકે તેઓ પાછળથી ઓળખાય. અહીં મહંત રઘુવરદાસજી, મહંત રામદાસજી, મહંત રામચરણદાસજી, મહંત જાનકીદાસજી, મહંત સુખરામજી અને મહંત ગોરધનદાસજી મહારાજે તપ કર્યા હતા. જેથી આમંદિર તપોભૂમિ તરીકે જાણીતું છે. રામનવમી, હનુમાનજી અને ગકુળઅષ્ટમીની ઉજવણી થાય છે. તહેલદાસજી મહારાજની અખંડ ધૂળી ચોવીસ કલાક ચાલુ છે. કોઈપણ જાતના ભેદભાવ વિના પ્રભુપ્રસાદ ગૃહમાં દરરોજ ૨૦૦ જેટલા માણસો ભોજન લઈ તેમની જઠરાગ્નિ ઠારે છે. તદ્ઉપરાંત વિધવાઓને અનાજ સહાય અને આરોગ્યની પણ વિશાળ પાયે સેવા ઉપબુદ્ધિથી માનવ સેવાના આ મોટા તીર્થના દર્શનથી પ્રવાસીઓ ધન્ય બની જાય છે.


ચિંતામણી જૈન દેરાસર


ગુજરાત મહામંત્રીશ્વર વસ્તુપાળનાં લઘુબંધુ મંત્રીશ્વર તેજપાળે નવસારી નગરીમાં મધુમતી વિસ્તારમાં બાવન જિનાલયની વિભૂષિત શ્રી પાર્શ્વનાથ પ્રભુનો ભવ્ય જિન પ્રાસાદ સન ૧૨૦૦ની આસપાસ બંધાવ્યો હતો. શ્રી નવસારી પાર્શ્વનાથ ભગવાનની પેઢી તરફથી આ દહેરાસરનો જિર્ણોદ્ધાર કરાવી મૂળ નાયકશ્રી પાર્શ્વનાથ પ્રભુજીની બેઠક કાયમી રાખી આ જિનાલય બંધાવ્યું. બાકીના જિનબિંબાની પ્રતિષ્ઠા વીર સંવત ૨૪૫૮, વિક્રમ સંવત ૧૯૮૮ ના મહાસુદ ૬ ને ૧ શુક્રવારના રોજ તારીખ ૧૨-૧૨-૧૯૩૨ ના દિવસે શ્રી સંઘ તરફથી કરવામાં આવી છે. આજે પણ આ દહેરાસરની આજુબાજુમાં વિસ્તારમાં જો ખોદકામ થાય તો મૂર્તિઓ નીકળવાની શક્યતાઓ રહેલી હોવાનું દહેરાસરનાં સંચાલકોનું માનવું છે. 

પાંચ પીપળા મંદિર


નવસારીથી આશરે ૧૦ કિ.મી.ના અંતરે ધામણ ગામ આવેલું છે. ૧૫મી સદીમાં ઉત્તર ભારતથી ધામણ બે સંતોએ આવીને અહીં વિશ્રામ કરેલો. પીપળા સુકા હતાં.જે સંતોના આગમનથી લીલા બન્યા એવી માન્યતા છે. અહીં રણછોડજીનું મંદિર છે. પ્લેગ રોગ વખતે અહીં લોકો બાધા રાખે છે, સંત નિર્વાણસાહેબ અને તેમના ગુરૂભાઈ પરમદાસ ગુજરાતની ભૂમિમાં ફરતાં ફરતાં નવસારીના ધામણ ગામે પધારેલા. અહી જન્માષ્ટમી, શિવરાત્રિ, રામનવમી અને હનુમાન જયંતિ વગેરે ઉજવાય છે. નવસારી સ્ટેટ હાઈવેથી આ ગામ ત્રણ કિલોમીટર દૂર આવેલું છે.


પીર સૈયદ


ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મોહમદ (સ.અ.વ.)ની છઠ્ઠી પેઢીનાં વારસદાર હઝરત સૈયદ નુરૂદ્દીન સતગૌર ઈ.સ. ૧૧૪૨માં આરબ દેશનાં મદીના શહેરમાંથી નવસારી પધારી સ્થાયી થયા. સર્વધર્મ સમભાવ અને કોમી એકતૌનાં પુરસ્કર્તા સૂફી પીરના આ મોટી દરગાહ ૧૧૦૦ વર્ષ જૂની અને કોમી એકતાનો જવલંત પૂરાવો છે. અહીં દરેક ધર્મનાં લોકો ભક્તિભાવ પૂર્વક આદર સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. દરગાહનાં ગુંબજ ઉપર સોનાનો કળશ છે. મઝારે શરીફ તથા ચાંદીના બારણાનું નકશીકામ બેનમૂન છે. આ દરગાહ ઉપર કૈલાશવાસી મહારાજ ખંડેરાવ ગાયકવાડ સરકાર તરફથી આપવામાં આવેલી કિંમતી જરી કસબનો ગિલાફ (ચાદર) ઉર્સ પ્રસંગે ચઢાવવામાં આવે છે. દર વર્ષે રમઝાન માસની ૨૫મી તારીખે વાર્ષિક સંદલ ચઢાવાય છે અને રમઝાન ઈદનાં પાંચમાં દિવસે મેળો ભરાય છે. જેમાં હિંદુ - મુસ્લિમ તમામ કોમનાં લોકો ભાગ લે છે, અને તેમની મનોકામના પૂર્ણ કરે છે.


રણછોડરાય મંદિર


છીણમ રોડ ઉપર સ્થિત રણછોડરાય મંદિરનું પાયાનું મુહૂર્ત માનનીય શ્રી મોરારજી દેસાઈના હસ્તે કરાવામાં આવ્યું હતું. ૨૦ વર્ષ બાદ સને-૨૦૦૫ માં મંદિરનું બાંધકામ પૂર્ણ થયું. મંદિરમાં આવેલ શિવલિંગ પરમ પૂજનીય શ્રી ડોંગરેજી મહારાજે રામેશ્વરથી લાવીને સ્થાપિત કરેલું છે.


પૂણેશ્વર મહાદેવ


જલાલપોર ગામની દક્ષિણે આશરે કિલોમીટરના અંતરે ગામની સીમમાં શ્રી પૂર્ણશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શિવપુરાણમાં પૂણેશ્વર નામનો ઉલ્લેખ છે, એટલે આ શિવલિંગ હજારો વર્ષ જુનું છે. અહીં સાધુઓ તપ કરતાં, ત્ર્યંબકેશ્વર અને દક્ષિણનાં તીર્થોએ પગે ચાલીને યાત્રા કરનારા સાધુઓનું આ વિસામાનું સ્થળ હતું. લોકવાયકા મુજબ શિવાજી મહારાજે પણ આ શિવલિંગની પૂજા કરી હતી. વડોદરાના માહારાજ શ્રી મલ્હારરાવ ગાયકવાડની રાણી માવાસાબાઈ તરફતી મંદિરમાં ચાંદીનો અભિષેક, ઝુમ્મર તથા ચાંદીના વાસણો ભેટ મળેલ છે. શ્રાવણ માસના સોમવારે અને મહાશિવરાત્રીએ અહીં મેળો ભરાય છે.

લાલજી મહારાજ મંદિર


લાલજી મહારાજ મંદિર ૧૦૦ વર્ષથી પણ વધારે જૂનું છે. અતિ પ્રાચીન મંદિર છે. જ્યાં સાધુ સંતોની ધૂણી પણ ધખેલી રહેતી હતી. પ્રાચીન સમયે આ મંદિર ધોતી ફરજિયાત આવતી. ૨૦૦૩ ની સાલમાં શ્રી રમણભાઈ રણછોડભાઈ પટેલના સુપુત્ર અને શ્રી ધર્મેશભાઈ રમણભાઈ પટેલ કડોલીના ભાઈ શ્રી કિરણભાઈ રમણભાઈ પટેલ યુ.એસ.એ.થી અત્રે ગામ આવ્યા અને લાલજી હવેલીનું જુનું મંદિર જોતા એનો જીણોદ્ધાર કરવાનું સૂચન મુક્યું અને એમણે રૂા. ૧૦,૦૦,૦૦૦- (દસ લાખ) આપવા કબુલ્યું. ગામ લોકોએ મીટીંગ કરી એમટા જે કંઈ દાન મળે એ મંદિરના જીર્ણોદ્વાર માટે આપવું અને એદાન માટે બોલી ૨કમ ત્રમ વર્ષનાં દાનપેટે બોલેલી રકમ પૂરો કરવા. અને રનવાર મીટીંગ થઈ. એ વખતે શ્રી રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટમાં પ્રમુખશ્રી દિનેશભાઈ એમ. નાયક, મંત્રીશ્રી ગોવિંદભાઈ ભગત. ટ્રસ્ટી મંડળમાં ધર્મેશભાઈ આર. પટેલ, શ્રી મહેશભાઈ ટી. નાયક, શ્રી પ્રકાશભાઈ નાયકનો સમાવેશ કર બાદ મંત્રી તરીકે શ્રી દોલતરાય પટેલ કાર્યરત હતા. આ બધા સભ્યો આ મંદિરના જીણોદ્ધાર બોર્ડની રચના કરી. આ મંદિરના આર્કિટેક તરીકે ચલથાણ નિવાસી પંકજભાઈ પટેલ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યું.


ચર્ચ


ઈ.સ. ૧૮૯૭માં ભયંકર દુષ્કાળને કારણ મધ્યપ્રદેશમાં અનાથ થયેલા બાળકોને મહેમદાબાદ, વલસાડ અને જલાલપોરમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં તેઓની સંભાળ લેવામાં આવતી હતી.


૨૬મી ફેબ્રુઆરી ૧૮૯૯ ના રોજ વડીલશ્રી ફોર્ની સાહેબ તેમની દીકરી રૂચ સાથે જલાલપોર રેલ્વે સ્ટેશને જવાના રસ્તે આવેલા એક મકાનમાં ભાડે રહ્યા. સને ૧૯૦૦ ના મે માસની ૨૬મી તારીખ સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દુર મિશન કાર્ય માટે જમીન રાખી કૂવો, બોડીંગ માટે મકાન, શાળા માટે મકાન તથા બંગલો બાંધવામાં આવ્યા કુવાનું પાણી મીઠું હોઈ તેનો ઉપયોગ સૌ કરતા હતા. કુવામાંથી પાણી કાઢવા પવનચક્કીની યાંત્રિક ગોઠવણ કરવામાં આવી હતી.


અગિયારી


પારસી અગિયારી એક નેકબન્ન જરથોસ્ત્રીએ તવડી મુકામે બંધાવી હતી. ત્યારબાદ તે બિસ્માર થવાથી સને ૧૨૩૮ની સાલમાં શેઠ રતનજી વ્યાજખોરાએ બંધાવી આપી હતી. તે પુરાણી થવાથી જરથોસ્થી અંજુમનના ઉઘરાટથી પટેલ એઘલજી માણેકજીની આગેવાની હેઠળ નવેસરથી બાંધી હતી. રાજ જો અરદીબેશન અમશાસપંદ માહા ૮મો આવાઈજદ સન ૧૨૬૯ યજદેજરદી શહેનશાહી તારીખ - ૧૫-૪-૧૯૦૦ ઈસવી વાર વેઉદીનશાહ દોરાબજીમીશનરી હાનરરી શિલ્પશાસ્ત્રી

હજાણી દરગાહ


કોમી એકતાના પ્રતિકરૂપી હજાણી દરગાહ આશરે ૫૩૨ વર્ષ જૂની છે. તેની સ્થાપના સન ૯૦૦ માં થઈ. દરગાહની અંદર મુખ્ય ત્રણ કબર આવેલી છે. જેના નામ નીચે મુજબ છે.


સૈયદા નૂરબીબી સાહેબા


સૈયદા ફતિમાબીબી સાહેબા


સૈયદા રતનઆઈ સાહેબા


હજાણી બીબી તે દાઉદી વ્હોરા કોમના ૨૪માં ધર્મગુરૂનાં માસાહેબા છે. ફાતેમા બીબી ૨૪ માં ધર્મગુરૂનાં બહેન સાહબા છે. રતનઆઈ સાહેબા ૪૭ માં ધર્મગુરૂના ધર્મપત્ની છે. હજાણી બીબી(નૂરબીબી) પોતે સિદ્ધપૂર પાટણના વતની હતા. તેઓ અને એણની દકરી ફાતેમાં બીબી હજ પઢવા માટે ગયા હતા. હજથી વતન તરફ આવતા હતા ત્યારે દરિયામાં વહાણ તૂટી ગયું. મા અને દિકરી બંને મરણ પામેલી હાલતમાં દાંડીના કિનારે નીકળ્યા હતા. ગણદેવીના મુલ્લા સાહેબે આવી દાંડીના દરિયા કિનારે બંનીને દફનવિધિ કરી. જેમનો ઊર્સ મુબારક મોહરમ મહીનાની ૨૨/૨૩ તારીખે આવે છે. જેમાં દુનિયામાંથી હજારો શ્રદ્ધાળુઓ આવે છે. દરગાહના પરિસરમાં દરગાહ, મસ્જક, ફૈજ, હોલ, મહેમાનો માટેના રૂમો તથા દારુલ ઈમારત આવેલ છે. આ બધાનો વહીવટ દાવત પ્રોપટ્રીઝ ટ્રસ્ટ કરે છે. હાલમાં (બાવન)માં દાઈ હીઝ હોલીનેશ ડૉ. સસ્યંદના મોંહમદ બુરહાનદી ટ્રસ્ટી (ત.ઊ.સ.) છે. હજાણી દરગાહમાં વર્ષમાં ૮૦ થી ૯૦ હજાર શ્રદ્ધાળુઓ આવે છે. તેની વ્યવસ્થા દરગાહ તરફથી કરવામાં આવે છે.


સોમનાથ મંદિર


બિલીમોરા શહેર ગણદેવી તાલુકામાં આવેલ છે. બિલીમોરા શહેરમાં સોમનાથ મંદિરે શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે. બારમી સદીમાં બધાયેલા આ મંદિર પ્રાચીન મંદિર છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દર્શન કરવા શ્રાવણ મહિનામાં આવે છે.


આ ગંગેશ્વર મહાદેવ મંદિર કછોલી ગામમાં આવેલ છે. જે ગણદેવીથી આશરે ૬ કિ.મી. અંતરે આવેલ છે. જ્યાં દર મહાશિવરાત્રીમાં દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે તથા લોકો પોતાના મૃત્યુ પામેલા પ્રિયજનોમાં આત્માની શાંતિ માટે શ્રાદ્ધક્રિયા માટે ઘણી મોટી સંખ્યામાં આવે છે.


ગડત કામેશ્વર મહાદેવ


નવસારીથી ૧૭ કિ.મી.ના અંતરે આવેલ તટલના ગડત ગામમાં દંડકારણ્યનો છેડો અહીં હતો અને આ જગ્યા પર ગર્ગઋષિનો આશ્રમ હતો. જ્યાં રામ પણ પધારેલા એવી માન્યતા છે. કામેશ્વર મહાદેવ મંદિરના એક જ પથ્થરમાં કોતરેલા નવગ્રહ છે.


વડલાના એક ભાગે સીધા સૂર્યકિરણો પડે છે. ત્યાં બેસનારને રોગમુક્તી મળે છે. હાલમાં રૂા. ૧ કરોડના ખર્ચે તેનો જીર્ણોદ્વાર થયેલ છે. આ મંદિર પાંચ હજાર વર્ષ જુનું હોવાનું મનાય છે.

આલીપોર - જૈન દેરાસર


આલીપોર ગામે ૯૦૦ વર્ષ પુરાણું જૈન દેરાસર આવેલ છે. આ દેરાસર કોમી એકતાનું પ્રતિક છે. અહીં મુસલમાનોની વસ્તી વચ્ચે મુસલમાનોના સહોયગીથી આજે જૈનોમાં આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક બની જવા પામ્યું છે.


મલ્લિકાર્જુન મહાદેવ


મલ્લિકાર્જુન મંદિર અતિપ્રાચીન લગભગ ૮૦૦ વર્ષ પૂર્વે અતિ મહત્ત્વનું અને અનેરું મહાત્મ્ય ધરાવતા ‘સ્વંભૂ પ્રગટ શિવલિંગ' મલ્લિકાર્જુન દાદાનું ભવ્ય શિવાલય આવેલું છે. પેઢી દર પેઢી ભાવિક ભક્તો દાદાની પૂજા-અર્ચના કરતા આવ્યા છે. પ્રાચીનતમ ભવ્ય અને અદ્ભુત શિવાલયની સ્થાપત્યકલા જે ખાસ કરીને દક્ષિણ ભારતીય મંદિરોને મળતી અંકિત થયેલી છે.


* આઠેક સૈકાના સમયગાળા પહેલા આ પ્રદેશ જંગલ જેવો હતો. જૂજ વસ્તી ધરાતવા આ પ્રદેશમાંવિચરતી જાતિ વણજારા કોમ પોતની રોજી-રોટી રળવા પોતાના નાનકડા રસાલા સાથે દક્ષિણ ગુજરાતના ગામડે આવી ચઢતી. વણઝારાની ગાય ચરતીએ સ્થળે જ્યાં દાદાનું પ્રભાવશાળી શિવલિંગ ધરતીમાં દટાયેલું હતું. ત્યાં પહોંચતા ગાયના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી. ગોવાળિયાએ આ દ્રશ્ય પોતાની આંખે જોઈ અને પોતાની સમગ્ર ટોળીને જાણ કરી. સૌએ અનુભવ્યું અને સ્વપ્રમાં જોયેલું દ્રશ્ય ચાલું માન્યું.


ઉનાઈ


બીલીમોરા-વધઈ રેલ્વે માર્ગ પર આવેલું આ ગામ ઉના પાણીનાકુંડો માટે જાણીતું છે. ગરમ પાણીના કુંડો ઘણા પુરાણઆ છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામને યજ્ઞ કરવા અહીં બ્રાહ્મણો મળી શક્યા નહીં તેથી હિમાલય ઉપરનાં ગંગાકુલગીરી સ્થળેથી બ્રાહ્મણોને યજ્ઞો કરવા માટે બોલવવામાં આવ્યા તે બ્રાહ્મણોને ગરમ પાણી પુરું પાડવા શ્રી રામે જમીનમાં બાણ મારીને ગંગાનો ગરમ પ્રવાહ ઉત્પન્ન કર્યો. ઉપરાંત બીજી લોકાકૃતિ મુજબ વનવાસ ભોગવી રહેલા શ્રી રામ સીતા અને લક્ષ્મણ જ્યારે દંડકારણ્યમાં શરભંગ ઋષિના આશ્રમમાં આવ્યા ત્યારે ઋષિએ યોગ બળથી પોતાનું દૂર્ગંધયુક્ત ખોળિયું બદલ્યું તેની જાણ લક્ષ્મણને થતાં શ્રી રામનું ધ્યાન ઋષિના વેદના ભર્યા દર્દ પ્રત્યે દોર્યું. મહારોગથી વ્યથિત ઋષીની સ્તિત દૂર કરવા શ્રી રામે બાણ મારતા ધરતીના પેટાણમાંથી ઔષધીયુક્ત ઝરા બહાર ફુટયા સાથે ઉષ્ણ અંબાની ભવ્ય મૂર્તિ પ્રગટ થઈ. સીતાજીએ ઉષ્ણ અંબાજીના પ્રાણ પ્રતિષ્ઠા કરી શક્તિ રૂપે અહીં વસવાટ કર્યો. વળી સીતાજી આ જગ્યામાં સ્નાન કરી શ્રી રામચંદ્રજી પાસે આવી ‘હું નાઈ’ તેમના મીઠાશ ભર્યા શબ્દોથી આ સ્થળ ગામનું નામ ‘હું નાઈ’ થી અપભ્રંશ થતાં ઉનાઈ થયું અહીં આસપાસથી ઉનાઈ માતાજીના મંદિરે દર્શનાર્થે આવે છે. 

નાઘઈ-ભૈરવી


ચીખલી તાલુકાનું એક સુંદર યાત્રાધામ અને પીકનીક પોઈટ એટલે નાઘઈ- ભૈરવી અહીંનું કુદરતી સૌંદર્ય મનોરમ્ય છે. ચીખલી ધરમપુરનું કુદરતી પર્યાવરણનો વનાચલ પ્રદેશ અને ઔરંગાનદી તટે આવેલું શ્રી ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર પ્રાકૃતિક રમણીયતા ધરાવતું અને સુંદર તીર્થ પર્યટન સ્થળ બની ગયું છે. અહીં મહાશિવરાત્રી મેળો પણ ભરાય છે.


ગુરૂદ્વારા


૧૯૪૭ માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભગલા બાદ પાકિસ્તાનમાંથી શીખ અને સિંધી પ્રજાની એક છાવણીએ ભારતમાં બીલીમોરા નગરના દેવસર પાસે આવીને આશ્રય મેળવ્યો હતો. આ અરસમાં બીલામોરા નગરપાલિકાના પ્રમુખ હાજી ફકીર મોહમંદ કાપડિયાએ શીક-સિંધી સમાજને સાંત્વના આપવા છાવણીમાં મુલાકાત લીધી હતી. આજે આ વિસ્તાર શીખ કોલોની ગુરુનાનકનગર તરીકે ઓળખાય છે.



જોવા લાયક સ્થળો


વણઝારીવાવ


નવસારી તાલુકાના સરોણા ગામનાં શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિર ૩૫૦ વર્ષથી પણ વધુ પુરાણું છે. આ સ્થળ ઉપર વણઝાર દ્વારા બનાવેલ ઐતિહાસિક વાવ આવેલી છે. પ્રવાસનવર્ષ નિમિત્તે આ ઐતિહાસિક વાવને નવસારી જિલ્લાનાં પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું નક્કી કરાયું છે.


આ ઉપરાંત નવસારીના વલોટી ગામ અને ગણદેવીના દેસાડ ગામે પણ વણઝારી વાવો આવેલી છે.


દટાયેલી ટોપ


નૌકા કાફલો રહેતો જેની સ્મૃતિ રૂપે એક જૂની ટોપ અંદર મહોલ્લાનાનાકે દટાયેલી છે. (હાલે પણ છે) અહીં તોડેલી આર્મર કચેરીની અવસ્થા ફોટામાં જોવા મળે છે.


અહીં મધ્યકાલિન યુગને અંતે એ વેપાર વિકસ્યો હતો. ટ્રાન્સપોર્ટના સાધનો તરીકે બળદ ગાડા અને દૂરસુદૂર પૂર્વ માટે વણઝાર પોઠો હતી. બળદ ગાંડા સર્વ સામાન્ય હતાં. 

પૂર્વે વણજારોનો સંપર્ક બીલીમોરા બંદર જોડે હતો. આ વણઝારો ઘાટ પ્રદેશના હોઈ શરીરે કદાવર અને મજબૂત બાંધાના હતા. સ્ત્રીઓ ચપળ અને સુડોળ બાંધાની હતી. બીલીમોરા બંદરેથી ડાંગના ઈમારતી લાકડાં, ઈંટ, ચૂનો, જલાઉ લાકડાં અખાત સાગરના બંદરોએ નિકાસ થયા હતા. કાઠિયાવાડના બંદરો ઉપર અંબિકા નદીની વાડી ગામોની હાફૂસ, પાયરી, રાજાપૂરી, લંગડો, અમારી, દાડમિયો આદિ વિવિધ પ્રકારની કેરીઓ એપ્રિલ, મે માસમાં ઠલવાતી હતી.


આ સદીના ત્રીજા દશકામાં તો ગાયકવાડ સરકારે બીલીમોરા રેલવે સ્ટેશનથી બંદર સુધી પોતાની સેલ્વે લાઈન પણ બનાવી હતી. ઈ.સ. ૧૯૪૨ સુધી બંદરનો આયાત-નિકાસનો વેપાર ઠીક ઠીક ચાલતો હતો. પછીથી જહાજી બંદર ભાંગી પડ્યું એહાલે યાંત્રિકહોડીના સાધનથી માછલી પકડવાની ક્રિયામાં ક્રિયાશીલ છે.


ગાંધીસ્મૃતિ -કરાડી


ભારત દેશની આઝાદી ખુબજ મહત્ત્વની દાંડીકુચ ઈ.સ. ૧૯૩૦ માં ગાંધીજી તથા ૭૯ સૈનિકો ૨૨ દિવસ અહીં રહ્યા અને આજુબાજુના ગામોમાં જનજાગૃતિ ખાદીપ્રસાદ અને દારૂનિષેધની પ્રવૃત્તિઓ કરી. ગાંધીજીનાં કરાડી નિવાસ દરમ્યાન ગાંધીજીને અહીંથી પ્રજાની દેશભક્તિ સ્વાર્પણ અને શૌર્યતાભરી ફનાગીરીની પ્રતિતી થઈ. રાષ્ટ્રીય શાળામાં કામથી પ્રભાવિત થયા અને સંદર્ભે ગાંધીજીએ વિદ્યાન કર્યું. કે ‘મારુ કાયમી સરનામું તો કરાડીજ હોય’ આજે પણ ગાંધીજીની કુટીર છે. ગાંધીજીમાં અતૂટ વિશ્વાસ ધરાવતા ગામલોકોએ ગામમાં ‘ગાંધીસ્મૃતિ’ ભવનનીપણ રચના કરી.


શહીદ સ્મારક - મટવાડા


શહીદ સ્મારક - દેલવાડા


ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામની ‘હિંદ છોડો’ની આખરી લડતમાં આ સ્થળે પરદેશી શાસનનો સામનો કરતાં ગોળી ઝીલીને પોતાના લોહીથી માતૃભૂમિને પવિત્ર કરનાર અને સ્વાતંત્ર્ય યજ્ઞમાં પ્રાણનું બલિદાન આપનાર કાંઠા વિભાગના ત્રણ શહિદો. (૧) શ્રી મોરારભાઈ વાસીયાભાઈ પટેલ, (૨) શ્રી રણછોડભાઈ પટેલ,(૩) શ્રી મગનભાઈ ધનજીભાઈ પટેલની પુણ્ય આસ્મારકની સ્થાપના થયેલી.


૨૨મી ઓગષ્ટ ૧૯૪૨ ના યાદગાર દિવસે આ ગામમાં આવેલ ઐતિહાસિક વડલાની ઓથે સંતાઈને બ્રિટીશ સરકારના પોલિસે કાંઠા વિભાગની સ્વાતંત્ર્યપ્રેમી જનતા પર ૩૨ રાઉન્ડ ગોળીબાર કર્યો, જેમાં અનેક ઘવાયા હતા અને ત્રણ શહિદીને વર્યા હતા. જેની સ્મૃતિમાં આ ચોતરો બનાવ્યો છે. 

લક્ષ્મણ હોલ


મહારાજ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડનાં શાસનકાળમાં સૂબા તરીકે નોંધપાત્ર કામ કરનાર લક્ષ્મણરાવ જગન્નાથે સુધરેલી ઢબ ઉપર પાકી સડકો બંધાવી. મ્યુનિસિપાલીટીનો દમામ વધારવા સાથે નવસારીને નવી નવસારી નગરી બનાવી હરી. નવસારીમાં દવાખાનું, હોસ્પિટલ, સરકારી કચેરીઓ, સબજેલ, માર્કેટો વગેરે જેવા, કામો આરંભી સુધરાઈનું પૈડું ચાલું કરી જતી વખતે એટલું જ કહી ગયેલા કે પૈડાંમાં કોઈ સારો તેલ પુરનાર આવશે તો ગાડું ઝડપથી ચાલીઆ નગર સુંદર શહેર થશે. નવસારીની પ્રજામાં લક્ષ્મણરાવ અને તેમનાં પત્ની સીતાબાઈની લોકચાહનાંને લીધે પ્રજાએ તેમની યાદગીરીમાં શહેરની મધ્યમાં લક્ષ્મણહોલ તથા સીતાબાઈ ટાવર બંધાવ્યું છે. જે આજે પણ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે.


વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન


વાંસદાથી વઘઈ જતાં કિલાદ ગામ નજીક જંગલના પ્રવેશ દ્વાર પર ઉભો કરેલો નેચર કેમ્પ એટલે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. જેને પ્રકૃતિ ઉદ્યાન પણ કહેવાય છે. જ્યાં તંબુઓની ઝૂંપડીઓમાં જંગલ ખાતાએ ગેસ્ટ હાઉસ કર્યું છે. જેપ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જ્યાં વાંસના ઉંચા માંચડા અને દોરડાથી ગૂંથેલો પુલ છે. જ્યાં પ્રાણીઓ અને પક્ષીઓને સુરક્ષા માટેની વ્યવસ્થા કરેલ છે. આથી તેને અભ્યારણ તરીકે પણ ઓળખાય છે.


વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન તસ્વીરની નઝરે...


ઉભરાટનો દરિયા કિનારો


નવાસારીથી ૨૯ કિ.મી.ના અંતરે દરિયા કિનારે ઉભરાટ હવા ખાવાના સ્થળ તરીકે જાણીતું. અહીં સરકારે પ્રવાસ નિગમ તરફથી વિહારધામનો વહીવટ થાય છે. અહીં આસપાસમાં કટેલાક રીસોર્પ પણ છે. 


નવસારી જિલ્લાની લોકમાતાઓ (નદીઓ) અને સરોવરો


નવસારી જિલ્લો સમુદ્ર કિનારોનો જિલ્લો છે. આથી અહીં વરસાદ વધુ છે. વળી તેના પૂર્વ સરહદે ડાંગ જિલ્લો આવેલ છે. જે જંગલ વિસ્તાર ધરાવે છે. આથી અહીં વ્યાપક વરસાદ પડે છે. જેને કારણે આ નાનકડા જિલ્લામાંથી બારે માસ વહેતી પાંચ લોકમાતાઓ જેવી કે પૂર્ણા, અંબિકા, કાવેરી, મીંઢોળા અને ઔરંગા વહે છે. નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસાર થતી નદીઓની વિગત નીચેના કોષ્ટકમાં આપેલ છે.


નવસારી જિલ્લામાં આવેલા વિવિધ તાલુકાઓમાંથી પસાર થતી નદીઓની વિગત

નવસારી     :  પૂર્ણા

જલાલપોર : મીંઢોળા

ગણદેવી : અંબિકા, ખરેરા, કાવેરી, વેંગણીયા ખાડી

ચીખલી : ઔરંગા, ખરેરા, કાવેરી

વાંસદા : કાવેરી, અંબિકા, ખરેરા

નવસારી જિલ્લાની ઉત્તર દિશાની હદ પરથી મીંઢોળ નદી પસાર થાય છે. અંબિકા નદી ચીખલી તાલુકાના જોગવાડ, ચિતાલી, સરૈયા અને નોગામા ગામમાંથી પસાર થાય છે. કાવેરી નદીનું ઉદ્ગમસ્થાન ડાંગ જિલ્લો છે. તે ચીખલી, કુકેરી, દોલધા, માણેકપોર, સાદડવેલ, બામણવેલ, ખૂંધ, ચીખકીલ, મલવાડા, હોન્ડ, ઘેકટી, ઉંડાચ અને વાઘરેચમાં અંબિકા નદીને મળી અરબ સાગરને મળે છે. ખરેરા નદીનું ઉદ્ગમસ્થાન પજલડુંગરમાંથી વાંસદા તાલુકાના ઘોડમાળમાંથી નીકળે છે. ત્યારબાદ કાકડવેલ, વેલણપુર, અંબાચ, સીયાદા, કલિયારી, પીપલગભાણ, વાડ, મલીયાધરા, ઘેજ, તેજલાવ, બલવાડા થઈ ઉંડાચ થઈ વાઘરેચ કાવેરી નદીને મળી પછી અંબિકા નદીને મળી અંતે અરબસાગરને મળે છે. ઔરંગા નદીનું ઉદ્ગમસ્થાન મહારાષ્ટ્ર છે. આ નદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી નીકળી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વડપાડા, ચીમનપાડા, પૈલાડ, ભૈરવી, નાંધઈ ગામમાંથી પસાર થઈ વલસાડ તાલુકાના ગામોમાં થઈ છેલ્લે અરબસાગરને મળે છે.


કાવેરી નદી ૫૨ વાંસદા તાલુકામાં જૂજડેમ બનાવવામાં આવેલ છે. ખરેરા નદી પર વાંસદા તાલુકાના કેલિયા ગામ પાસે કેલિયા ડેમ બનાવવામાં આવેલ છે. જેનાથી નહેર યોજના થકી ખેડુતોને સિંચાઈ કરવાનું પાણી મળી રહે છે.



નવસારી જિલ્લાના પર્વતો / ડુંગરો


નવસારી જિલ્લામાં માત્ર વાંસદા તાલુકો વનરાજીથી ઘેરાયેલો તાલુકો છે. જેમાં તાલુકાનો ઊંચામાં ઊંચો ડુંગર તાલુકાની દક્ષિણ દિશાએ આવેલો પીલવો ડુંગર અને ઉત્તર દિશાએ આવેલો તોરણીયો ડુંગર છે.


તોરણિયો ડુંગર


તોરણિયો ડુંગર વાંસદા તુલાકમાં વાંસદાથી આશરે ૬ કિ.મી. અંતેર ગોધાબારી, સરા અને ચારણવાડા એ ત્રણ ગામની વચ્ચે કુદરતના ખોળે પવિત્રધામ છે. તોરણીયા ડુંગર આધ્યાત્મિક દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર, શંકર ભગવાનનું મંદિર, અંબા માતાનું મંદિર તથા રામદેવપીરનું મંદિર આવેલ છે.


જુની લોકવાયકા એવી છે કે અહીં શંકર ભગવાન અને પાર્વતી માતાના લગ્ન વખતે તોરણ બાંધવામાં આવેલ, જેથી ડુંગરનું નામ તોરણિયો ડુંગર પડેલ છે. આ ડુંગર પર દર વર્ષે જન્માષ્ટમીનો મોટો મેળો ભરાય છે. જેમાં દૂર-દૂરથી લોકો દર્શન કરવા આવે છે. તોરણિયા ડુંગર પર આવેલ તરતા પથ્થરનું ખૂબ જ મહત્ત્વ હોવાથી તરતો પથ્થર જોવા લોકોની ખૂબ જ ભીડ જામે છે.


અજમલગઢ


વાંસદા તાલુકામાં ઘોડમાળ ગામમાં આવેલ અજમલગઢ ડુંગર પર આ સ્થળ આવેલું છે. ડુંગર ઉપર પારસી સ્મારક, શિવમંદિર, હનુમાન મંદિર વગેરે આવેલા છે. તાલુકાનું રમણીય યાત્રાધામ છે. જે દરિયાની સપાટીથી અંદાજે ૧૨૦૦ ફૂટની ઊંચાઈએ આવેલ છે. જે સ્થળ લીલીછમ વનરાજીથી ઘેરાયેલો આ ડુંગર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ચોમાસાની ઋતુમાં અજલમગઢ અને તેના આજુબાજુના ગારીયા અજમલી, રાંઘણિયો, રૂડા, ભીલદેવ, ડુંગરો પરથી વહી જતાં ઝરણાંઓથી રમણીય લાગે છે. જેના ઉપરથી કેલીયા ડેમનું સુંદર નજરાણું જોવા મળે છે. ગુજરાત સરકારે ૨૦૦૬ વર્ષ પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલું તેના અનુસંધાનમાં અજમલગઢને પ્રવાસન સ્થળ તરીકે પસંદ કરેલું છે. 

 આપણા નવસારી જિલ્લાની વિશેષતા


વાંસદા ઉદ્યાન (નેશનલ પાર્ક)


વાંસદાથી વઘી જતાં કિલાદ ગામ નજીક જંગલના પ્રવેશ દ્વાર પર ઉભો કરેલો નેચર કેમ્પ એટલે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. જેને પ્રકૃત્તિ ઉદ્યાન પણ કહેવાય છે. જ્યાં તંબુઓની ઝુપડીઓમાં જંગલ અખાએ ગેસ્ટ હાઉસ કર્યું છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જ્યાં વાસના ઉંચા માંચડા અને દોરડાથી ગુંથેલો પુલ છે. જ્યાં પ્રાણીઓ અને પક્ષીઓને સુરક્ષા માટેની વ્યવસ્થા કરેલ છે. આથી તેને અભ્યારણ તરીકે પણ ઓળખાય છે.


જિલ્લામાં વાંસદા તાલુકાનાં જંગલોમાં આંબાબારીથી વઘઈ સુધી તેમજ વાટીગામથી નવતાડગામ સુધી દિપડા, હરણા, અજગર, સસલા, જંગલી ભૂંડ જેવાં વન્ય પ્રાણીઓ મુક્ત રીતે હરી-ફરી શકે તે માટે અભ્યારણ્ય તરીકે જાહેર કરેલ છે. આમાં આપણે વિવિધ પ્રકારનાં પક્ષીઓ પણ જોવા મળે છે. નવસારીમાં આવેલ એકમાત્ર અભ્યરણ્ય એ જિલ્લાની ખાસ વિશિષ્ટતા છે. 

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન તસ્વીરને નઝરે....

વન ચેતના કેન્દ્ર-દાંડી


સ્થાપનાનું વર્ષ :- સને ૧૯૯૮ - ૧૯૯૯


દાંડી દરિયા કિનારે વસેલું ગામ છે. દરિયા પછીનો કાંઠો એટલે મેદાન પ્રદેશ. આ પ્રદેશનો વિકાસ કરી તેમને વિકસાવવું જોઈએ. એવો વિચાર સૌના મનમાં હશે. ૧૯૯૮-૯૯ની સાલમાં વનખાતા વિભાગના મંત્રીશ્રી કાનજીભાઈપટેલને પણ આ વિચાર આવ્યો હશે કે દાંડીના કાંઠાને વિકસાવવું જોઈએ. તેણે સરકારશ્રીને રજુઆત કરી અને દાંડીના દરિયા કિનારે સુંદરબાગ બગીચા, સુંદર બાળ ક્રિડાંગણ તૈયા૨ કરાવ્યું અને સાથે ‘વન ચેતના કેન્દ્ર’ બનાવ્યું. આ કેન્દ્રમાં આવનાર લોકોને પૂરતી માહિતી મળી રહે એટલા માટે એમાં ફિલ્મ રૂમ તૈયાર કરાવ્યો. આવનાર વ્યક્તિને માહિતી મળી રહે એવું આ અદ્યતન સુવિધાવાળું આ કેન્દ્ર એટલે ‘વન ચેતના કેન્દ્ર’


ધ્રુવ બાયફ સંસ્થા


જિલ્લાાં આદિવાસી વિસ્તાર અને ડુંગરાળ પ્રદેશમાં ખેતીવિકાસ અને રોજગારીની તકો પૂરી પાડી આદિવાસીઓને આત્મનિર્ભર બનાવવામાં બાયફ સંસ્થાનો ખૂબજ સારો પ્રયત્ન કાર્યરત છે.


આદિવાસીઓમાં આંબાકલમો આપી વાડીઓનો વિકાસ તથા કલમ બાંધવાની કારીગરી શીખવી ઓછી જમીનમાં વધુ આર્થિક ઉપાર્જન મેળવતા થયા છે.વાંસદા તાલુકામાં કાજુની ખેતી તથા મશરુમની ખેતમાં સફળ પ્રયોગો થયા છે.


 લોકજીવન, રીતરિવાજો અને રમતો


 લોકજીવન


 ખોરાક, પોષાક, અને રેહઠાણ


 રીતરિવાજો


 તહેવારો અને મેળાઓ


 વ્યવસાય અને હાટબજાર


લોકગીતો અને લોકકથાઓ


લોકરમતો


પ્રસ્તાવના :-


सम्यक  कृति इति  संस्कृति। અર્થાત્ સંસ્કારિત, સારી, સુંદર કૃતિ એટલે સંસ્કૃતિ. જો કે સંસ્કૃતિ તો સમાજના આચાર- વિચાર, વર્તન અને જીવનનો સમન્વય છે. પ્રત્યેક સમાજ પ્રજાની જીવનપ્રણાલી કંઈક વિશેષ હોય છે.


સંસ્કૃતિ એટલે સાહિત્ય, કલા, ધર્મ, બોલી, વર્તનની રીત, સામાજિક વ્યવસ્થા વગેરે. જે તે પ્રજા-સમાજની વિશેષતા


દેખાડે છે. સમાજની વિશેષતા દર્શાવતી આ બાબતો જ તો લોકજીવન કહેવાય. લોકજીવન જ દરેક પ્રજાને અન્યથી જુદી ઓળખ


આપે છે. દક્ષિણ ગુજરાતમાં આવેલો જિલ્લો નવસારી પણ વિવિધતાપૂર્ણ લોકજીવન ધરાવતો જિલ્લો છે. તો આપણે નવસારી


જિલ્લાના લોકજીવનનો પરિચય મેળવીએ.


 જાતિ, ધર્મ અને બોલી


જાતિ અને ધર્મ

નવસારી જિલ્લામાં મુખ્યત્વે હિંદુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી અને જૈન ધર્મ પાળતા લોકો રહે છે. હિંદુ ધર્મ પાળતાં લોકોમાં અનેક પેટા જાતિઓ છે. જેમકે બ્રાહ્મણ, અનાવિલ, કણબી પટેલ, ઢોડિયા પટેલ, માહ્યાવંશી, ગાંધી, કુંભાર, સુથાર, હળપતિ, સોની, આહિર તેમજ વારલી, કુંકણા, કોટવાળિયા, ગામીત વગેરે છે. જ્યારે મુસ્લિમમાં પણ સુન્ની અને શિયા મુસ્લિમો વસે છે. જુના નવસારીમાં પારસીઓની પણ વ્યાપક વસ્તી હતી.

વિકસતા નવસારી સાથે અહીં વ્યાપાર ધંધાર્થે સૌરાષ્ટ્રના પટેલો (પાટીદારો), કચ્છીઓ, સિંધીઓ, મારવાડીઓ પણ વસ્યા છે. જ્યારે મજુરી કામ માટે યુપીવાસીઓ, બિહારીઓ, ઓરીસ્સાવાસીઓ, મહારાષ્ટ્રવાસીઓ પણ વસ્યા છે.


૨.૧.૨


બોલી


નવસારી જિલ્લામાં સામાન્ય રીતે મુખ્ય ભાષા તરીકે ગુજરાતીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત બોલીમાં કુત્બી, ઢોડિયા, વિટોળિયા, ચૌધરી, ગામીત, કોંકણી જેવી બોલીઓ આદિવાસી વિસ્તારમાં સાંભળવા મળે છે. આ ઉપરાંત કાઠીયાવાડી, સિંધી, બંગાળી, મરાઠી, મારવાડી, હિન્દી, રાજસ્થાની, બિહારી જેવી ભાષા પણ બોલાય છે. આ ઉપરાંત તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, ઉર્દુ, ફારસી, પર્શિયન જેવી ભાષા પણ બોલાય છે.

 કેટલીક બોલીઓમાં પ્રયોજાતિ વાક્ય રચનાઓ.

ગુજરાતી : અહીં આવો, ખુબ સરસ છે

હિન્દી : ઈધર આઈયે, બહુત અચ્છા હૈ

કુંકણા : અઠયે, બો બેસ આહા

ઢોડિયા : એધે આવ, ખૂજ હાજા આય

મરાઠી : ઈકડેયા, ખૂબ ચાંગલા આહે

પારસી : આંઈ આવની, બવ જ સોજ્યું છે.

તળપદી ગુજરાતી : અ ઈ આવ, બો હારૂ છે.


ખોરાક, પોષાક અને રહેઠાણ


ખોરાક :-


નવસારી જિલ્લામાં વસતા લોકો સામાન્ય રીતે દિવસમાં બે વખત સવારે અને સાંજે ભોજન લે છે. ધાર્મિક માન્યતાને આધારે ચુસ્ત જૈનો સાંજનું વાળુ સૂર્યાસ્ત પહેલાં કરે છે. શ્રમજીવી વર્ગ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો, ખેત મજુરો કે કારીગરો દિવસમાં ત્રણ વાર સવારે નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રે ખાણું લે છે. એમનો ખોરાક પ્રમાણમાં સાદો હોઈ તેમાં મોટા ભાગે દાળ અથવા કઢી, ભાત-શાક, રોટલી લે છે. વળી ચોખા, જુવારનો પાક સવિશેષ હોવાથી જુવાર, ચોખાનાં રોટલા, ઘંઉની વાનગી છે. આ ઉપરાંત અહીં બાજરીનાં રોટલા પણ ખવાય છે. માછી અને મિશ્રહારી લોકો નાગલી, માછલીનો ઉપયોગ કરે છે.


મુખ્ય ખોરાક :-

શાક-રોટલી, દાળ-ભાત, પુરી-શાક, ખિચડી-કઢી, મિઠાઈ, દુધ- દહીં, છાશ, ઘી, દરિયા કિનારાના લોકોનો ભાત-મચ્છી મુખ્ય ખોરાક છે. આદિવાસી પ્રજા જનસમૂહથી દૂર જંગલ કે ગ્રામ્ય વિસ્તારમાં હોવાથી તેઓ કદમૂળ અને આમળા, ટીંમરા, કરમદા, ખટામણાં જેવા ફળોનો વપરાશ કરે છે. નાગલી, જુવારના, ચોખાના રોટલા, જુવારનું ભડકું, માટીની કોબલીમાં શબ (બાફેલા ચોખા) ખાય છે.

પારસી, મુસ્લિમ, વહોરા, માછી, ખારવા તેમજ આદિવાસી પ્રજા માસાંહારનો ઉપયોગ પણ કરે છે. તેમજ હળવા નાસ્તામાં ચા સાથે બિસ્કિટ, પાઉં, રોટલી, નાન-ખતાઈ, ઇંડા, માખણ, આમલેટ લે છે.

બપોરનાં જમણમાં દાળભાત, શાક, રોટલી, રોટલો, માછલી, માંસ, અથાણાં, શાકભાજી, ખીચડી-કઢી, પુલાવ, મટન કે મરઘીની બિરયાની કે વિવિધ મિષ્ઠાનો આરોગે છે. 

પોષાક :-


ગ્રામ્ય વિસ્તારમાં વાણિયા, બ્રાહ્મણ, પટેલ જેવી જ્ઞાતિઓમાં પ્રૌઢવયના પુરૂષો સામાન્યતઃ ધોતિયું અને સફેદ કે ક્રીમ કલરનો ઝભ્ભો તથા યુવાન વર્ગ પાટલૂન સાથે ખમીશ કે ફેશન પ્રમાણે બુશર્ટ, જર્સી પહેરે છે. બહેનોનાં ગુજરાતી ઢબે સાડી તથા અવળી સાડી પહેરે છે. આ સાથે પંજાબી ડ્રેસ પણ વ્યાપક પ્રમાણમાં પહેરાય છે. આઝાદીની લડત દરમ્યાન પ્રચલિત થયેલ ગાંધી ટોપી હજી જળવાઈ રહી છે.


કણબીઓ (પટેલો) જાડું ધોતિયું કે પહેરણ અને માથે ટોપી કે ફાળિયું બાંધે છે. આદિવાસીઓ ઓછા અને સસ્તા તથા સાદા કપડા પહેરે છે. મોટી ઉંમરના પુરૂષો માથે ફાળિયું બાંધે છે. અને શરીરે પછેડી ઓઢે છે કે બંડી પહેરે છે. મહિલાઓ ટુંકો જાડો સાડલો, કચ્છો મારી પહેરે છે. માથે ઓઢે છે. ખેતકામ કરતી મહિલાઓ કાંચળીને બદલે મોટે ભાગે અડધુ લૂગડું પહેરે છે.


પુરૂષો :- ગુજરાતી અંગરખો, પાઘડી, સદરો, કસ્તી પહેરે છે.


મહિલાઓ :- પારસી ગારો સાડી, સ્ત્રીઓ બાનું બાધીને માથું ઢાંકે છે. ગુજરાતી સાડી પહેરે છે.

મુસ્લિમ 

પુરૂષો :- 

રેશ્મી કે સુતરાઉ તાલકા ટોપી, સફેદ પહેરણ અને સફેદ લેંઘો પહેરે છે. તેમજ પાઘડી, અંગરખો અને લેંઘો પહેરે છે. 

મહિલાઓ :- 

રાતુ, આસમાની કે પીળું, ઓઢણું, સલવાર - કમીઝ રેશ્મી બુરખો પહેરે છે. 

રહેઠાણ :-

નવસારી જિલ્લામાં પાકાં, અંશતઃ પાકા તેમજ કાચા પ્રકારના રહેઠાણ જોવા મળે છે. ગાયકવાડના શાસનની અસર હેઠળ ૧૫) વિકસિત નાસીરમાં શહેરી વિસ્તારમાં પારસી સ્થાપત્ય અને મરાઠી સ્થાપત્યનાં વિશાળ હવેલી જેવા મકાનો જોવા મળે છે. તેમજ મુસ્લિમ અને જૈન સ્થાપત્યની અસર હેઠળના મસ્જિદ અને દેરાસરો પણ આગવું મહત્વ ધરાવે છે. 

આદિવાસીઓનાં ઘરો વાંસ, માટી કામ, તથા જુવારનાં સાંઠામાંથી બનાવવામાં આવે છે. જેને ભોંગા કહેવામાં આવે છે. ઘરની રચના ખૂબ જ સરસ હોય છે. ઘર સાદા હોય છે. ઘરનાં દરવાજા પણ વાંસકામથી બનાવેલા હોય છે. તે ઉપરાંત નળિયાવાળાં પાકા ઘરો અને ધાબાવાળા પાકા મકાનો પણ જોવા મળે છે. અહીં ઘણાં ગામોમાં કણબી પટેલો, બ્રાહ્મણો, દેસાઈઓ વસે છે. તેઓ મોટા અને વિશાળ મકાનો નળિયાવાળા પાકા, પતરાવાળા પાકા બે માળનાં મકાનો ધરાવે છે. સાથે પશું માટે કોઢ


પણ કાચા-પાકા રાખે છે. ઘરમાં સુંદર રાચરચિલું પણ રાખે છે. આમ ઘરો અને રહેણી-કહેણી જોતાં અહીંથી પ્રજા સુખી, શાંત અને સમૃદ્ધ છે.


આધુનિક સમયના ધાબાવાળા બંગલા અને ફ્લેટોના પાકા મકાનો.



રીતરિવાજો


વિવિધ વિસ્તારમાં, ધર્મ અને જાતિ પ્રમાણે રીત-રિવાજોમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. સંસ્કાર 

વિધિ :-


હિન્દુ સંસ્કાર વિધિમાં સ્ત્રીની પ્રથમ સગર્ભાવસ્થા વેળાએ સામાન્ય રીતે બે ક્રિયા વિધિ પતિગૃહે થાય છે. ક્રિયાવિધિ સગર્ભાવસ્થાના પાંચમાંમાસની શરૂઆતમાં થાય છે. જે પંચમાસી કહેવાય છે. બીજી ક્રિયાવિધિ સાતમાં માસે થાય છે. જેને સીમંત કહેવાય છે. મુસ્લિમોમાં સમાન્ય રીતે સ્ત્રીને ગર્ભ રહ્યા પછી સાતમે કે નવમે માસે સાતમાસા અથવા નવમાસાની વિધ કરવામાં આવે છે. આ વિધિ પતિગૃહે થયા પછી સગર્ભા સ્ત્રી પોતાના પિતૃ ઘરે જાય છે. પારસીઓમાં પાંચમા મહિને જે વિધિ થાય તેને ‘પંચમાસીયું’ અને સાતમે કે નવમે મહિને જે વિધિ થાય તેને અઘરની કહેવાય છે.


જન્મ અને નામકરણ વિધિ :-


હિંદુ બાળકના જન્મના છઠ્ઠા દિવસે ‘છઠ્ઠી” પૂજન વિધિ કરવામાં આવે છે. આદિવાસી તેમજ સાંપ્રત સમાજમાં એમ મનાય છે કે છઠ્ઠીના રાત્રે બાળકના લાલટ પર વિધાતા તેનું ભવિષ્ય લખે છે. ઝોળીનાં ચાર છેડા ઊંચા પકડીને “ઓળી ઝોળી પીપળ પાન ફોઈએ પાડ્યું – નામ'' એમ બોલી બાળકનું નામ પાડવામાં આવે છે. મુસ્લિમોમાં આ વિધિ પતિગૃહે થાય છે. બાળક થોડો મોટો થાય પછી તેની ‘અકીકા’ વિધિ થાય છે. જ્યારે હિન્દુઓમાં બાળકના પાંચમાં, સાતમાં, નવમાં કે અગિયારમાં વરસે ઉપનયન સંસ્કાર આપવામાં આવે છે. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ષોમાં આ વિધિ થાય છે. આ વિધિથી બ્રાહ્મણ બ્રહ્મચર્યાશ્રમ એટલે કે વિદ્યાર્થી અવસ્થા શરૂ થાય છે. ખ્રિસ્તી ધર્મમાં બાળકના જન્મ બાદ બાટીઝમની વિધિ કરવામાં આવે છે. પારસી જરથોસ્તી કોમના દીકરા - દીકરીઓને સાતમા કે નવામાં વર્ષે ‘નવજોત’ ની પવિત્ર ક્રિયા કરી ‘સુદરેહ - કૂસ્તી’ અર્પણ કરવાની ક્રિયાને મોબેદ સાહેબ કહે છે. 


લગ્ન વિધિ


હિન્દુ લગ્નવિધિ :-


હિન્દુઓમાં લગ્ન સમયે યુવક અને યુવતીની લગ્ન માટે સંમતિ બાદ સૌ પ્રથમ ચાંદલાની વિધિ કરવામાં આવે છે. લગભગ બધા હિન્દુઓમાં લગ્ન સમયની વિધિઓ સમાન છે. જેમાં લજ્જા હોય, પાણીગ્રહણ, કં…દાન અને સપ્તપદીનો સમાવેશ થાય છે.


આદિવાસીઓની લગ્નવિધિઓના રિવાજ નાનીપેણ, મોટીપેણ અને લગ્નવિધિ હિન્દુ પરંપરા મુજબ હોય છે.


મુસ્લિમ લગ્નવિધિ :-


મુસ્લિમ લગ્નવિધિમાં વર અને કન્યા પક્ષો ભેગા થાય છે. ત્યાર બાદ લગ્નવિધિ ‘કાજી’ વડે કરાવવામાં આવે છે. તેઓ કન્યાને ‘આ વરને કબુલ કરે છે ?’ એવો પ્રશ્ન પુછે છે. પછી વરને પણ આ જ સવાલ પુછવામાં આવે છે. બંનેની સંમતિ મળ્યા પછી લગ્નની નોંધ લેવામાં આવે છે.


ખ્રિસ્તી લગ્નવિધિ :-


ખ્રિસ્તી લગ્નમાં કન્યાપક્ષ અને વરપક્ષનાં સગાઓ દેવળમાં ભેગા થાય છે. અને પાદરી દ્વારા બાઈબલમાં દર્શાવેલ વિધિ મુજબ એકબીજાને વીંટી પહેરાવવામાં આવે છે. વીંટી પહેરાવ્યા બાદ એકબીજાને પતિ-પત્ની જાહેર કરવામાં આવે છે.


પારસી લગ્નવિધિ :-


પરસી લગ્નમાં વર-કન્યાને ખુરશીમાં બેસાડવામાં આવે છે. લગ્નની વિધિ બે મોબેદો (ધર્મગુરૂ) કરાવે છે. લગ્નવિધિ પુરી થાય પછી વર કન્યા એકબીજાને શુકનનાં દહી ખવડાવે છે.


મૃત્યુવિધિ :


મૃત્યુ એ હિન્દુ શાસ્ત્રનાં સોળ સંસ્કારોમાંનો અંતિમ અને મંગળ સંસ્કાર મનાયો છે. હિન્દુ ધર્મમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. મુસ્લિમ અને ખ્રિસ્તીધર્મમાં મૃતદેહની દફનવિધિ કરવામાં આવે છે. પારસી ધર્મમાં શબને દમખાની અંદર લઈ જવામાં આવે છે. અંતે ગીધ પક્ષીઓ સહેલાઈથી શબનો ભોગ કરી શકે એ સ્થિતિમાં એને કૂવા પર ખુલ્લું મુકવામાં આવે છે. આદિવાસીઓમાં આ ક્રિયાને ‘દેવકારે’, ‘પરજણ' વિધિ કહેવામાં આવે છે.


તહેવારો અને મેળાઓ


તહેવારો


જીવનને આનંદમય બનાવવા માટે જન્મથી જ પ્રસંગો, ઉત્સવો ઉજવાય છે. સંગીત, તહેવારો અને મેળા ભારતવાસીઓનો પ્રાણ છે. અહીં આપણે નવસારી જિલ્લાની તમામ જાતિના તહેવારો અને મેળાઓ વિશે જાણીશું.


હિન્દુ - તહેવા૨ો :- 

જન્માષ્ટમી, દિવાળી, હોળી, રામનવમી, નવરાત્રી, મહાશિવરાત્રી, ગણેશ ચતુર્થી, ગુડી પડવો, અલૂણા, ગૌરીવ્રત, અખાત્રીજ, નાગપંચમી, શીતળાસાતમ, રક્ષાબંધન, ભાઈબીજ, ધુળેટી, ઉત્તરાયણ (મકરસંક્રાંતિ), ભીમ અગિયારસ, દેવ દિવાળી, રાંધણ છઠ્ઠ વિગેરે………

 મેળાઓ:- 

નવસારી જિલ્લામાં વાર તહેવારો મેળાઓ ભરાય છે જેમકે નવસારી તાલુકાનાં સરોણા ગામમાં કપીલેશ્વર મહાદેવનાં મંદિર, તેમજ બીલીમોરા સોમનાથ મંદિરે અને ઉનાઈના મંદિરે મેળો ભરાય છે. આ ઉપરાંત કાળી ચૌદસ, દેવ-દિવાળી, મહા- શિવરાત્રી, દશેરા જેવાં તહેવારોમાં દરેક તાલુકામાં મેળાઓ ભરાય છે. ઉનાઈમાં ૧૪મી જાન્યુઆરીએ ભવ્ય મેળાનું આયોજન થાય છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top