ગણદેવી તાલુકાનો ઇતિહાસ |History of Gandevi Taluka

SB KHERGAM
0

 

ગણદેવી તાલુકાનો ઇતિહાસ |History of Gandevi Taluka

પ્રાચીન સમયમાં વેપારમથક તેમ જ વહાણ બાંધવાના કામ માટે જાણીતું ગણદેવી, હાલ ચીકૂ તેમ જ હાફુસ કેરી માટે પ્રખ્યાત છે. આ તાલુકામાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી, ચીકુ, કેળાંની ખેતી થાય છે, ગણદેવી તાલુકાનાં આજુબાજુના વિસ્તારોમાં શેરડીનો પાક પુષ્કળ થતો હોવાથી ગણદેવીમાં ખાંડ બનાવવાનુ  કારખાનું આવેલું છે. ગણદેવી તાલુકામાં બીલીમોરા, ગણદેવી અને અમલસાડ નગરો તેમ જ કેસલી, ધમડાછા, અજરાઇ, ઘેકટી, વલોટી, કલમઠા, કછોલી, દેવસર, આંતલિયા, નાંદરખા, ઉંડાચ, ધકવાડા અને વાઘરેચ વગેરે ગામો આવેલાં છે.

ગણદેવી તાલુકામાં ધોલાઈ બંદર આવેલ છે દરિયા કિનારા વિસ્તારમાં લોકો માછીમારી કરવા બંદરનો ઊપયોગ કરેછે તથા બીલીમોરા જંકશન આવેલ છે ત્યાંથી વઘઈ નેરોગેજ રેલ્વે લાઈન પ્રસાર થાય છે.

 અંબિકા, કાવેરી નદી, ખરેરા નદી તેમ જ વેંગણીયા નદી આ તાલુકાની મુખ્ય નદીઓ છે. 

ગણદેવી તાલુકાના ગામો :

1.અજરાઈ

2.અમલસાડ

3.અંચેલી

4.અંભેટા

5.આંતલીયા

6.ભાઠા

7.બીલીમોરા

8.છાપર

9.દેસાડ

10.દેવધા

11.દેવસર

12.ધકવાડા

13.ધમડાછા

14.ધનોરી

15.દુવાડા

16.એંધલ

17.ગડત

18.ગણદેવા

19.ગણદેવી

20.ગંઘોર

21.ગોંયદી ભાઠલા

22.ઇચ્છાપોર

23.કછોલી

24.કલમઠા

25.કલવાચ

26.કેસલી

27.ખખવાડા

28.ખાપરીયા

29.ખાપરવાડા

30.ખેરગામ

31.કોલવા

32.કોથા

33.માણેકપોર

34.માસા

35.મટવાડ

36.મેંધર

37.મોહનપુર

38.મોરલી

39.નાંદરખા

40.પાથરી

41.પાટી

42.પીંજરા

43.પીપલધરા

44.રહેજ

45.સાલેજ

46.સરીબુજરંગ

47.સરીખુર્દ

48.સોનવાડી

49.તલોધ

50.તોરણગામ

51.ઉંડાચ વાણીયાફળીયા

52.ઉંડાચ લુહારફળીયા

53.વડસાંગળ

54.વગલવાડ

55.વાઘરેચ

56.વલોટી

57.વણગામ

58.વાસણ

59.વેગામ 

જોવાલાયક ધાર્મિક સ્થળ : 

સોમનાથ (બીલીમોરા)

સોમનાથ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાના સૌથી મોટા શહેર બીલીમોરા ખાતે આવેલ એક ઐતિહસીક તેમ જ ભવ્ય મંદિર છે. આ મંદિર તાલુકા મથક ગણદેવીથી ૬ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ ધાર્મિક સ્‍થળ ખાતે વર્ષો પુરાણું સ્‍વંયભૂ શિવલીંગ છે. દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન એક માસ સુધી મેળો ભરાય છે, જેમાં સોમવારના દિવસે તો અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. આ ઉપરાંત અહીં દર વર્ષે મહાશિવરાત્રી ઉત્‍સવ પણ યોજાય છે. આ પર્વ નિમિત્તે અહીં ઘી માંથી બનાવવામાં આવેલું કમળ ચઢાવવામાં આવે છે.

આ સ્‍થાન વિશાળ મંદિર અને તેના પરિસરને કારણે અતિભવ્‍ય લાગે છે, જેમાં મોટું પ્રવેશદ્વાર પણ સામેલ છે. આ ઉપરાંત આ સ્‍થાનની આજુબાજુ ગાયત્રી શકિતપીઠ, જલારામ મંદિર, બ્રહ્માકુમારીનાં દર્શન કરવાલાયક સ્‍થાનો આવેલાં છે. આ સંકુલમાં લગ્‍ન ઉત્‍સવ માટે વાડી, બાગ તથા મનોરંજન માટે ઓડિટરીયમ પણ આવેલું છે. આ સ્‍થાનમાં રહેવાની સુવિધા પણ ઉપલબ્‍ધ છે. 

સોમનાથ પહોંચવા માટે : 

બીલીમોરા પશ્ચિમ રેલવેના અમદાવાદ - મુંબઇ વચ્ચે આવેલા સુરત અને વલસાડ વચ્ચેનું મહત્વનું સ્ટેશન હોવાથી રેલ્વે માર્ગ દ્વારા અહીં સરળતાથી પંહોચી શકાય છે. આ ઉપરાંત બીલીમોરા રાજ્ય ધોરી માર્ગ દ્વારા અમલસાડ, ચિખલી નવસારી જેવાં સ્થળો સાથે જોડાયેલું હોવાને કારણે સડક માર્ગે પણ બીલીમોરા સરળતાથી પંહોચી શકાય છે. રેલ્વે મથક તેમ જ બસ ડેપો પરથી ચાલતા કે રીક્ષા દ્વારા મંદિરે પંહોચી શકાય છે. 

અંધેશ્વર મહાદેવ (અમલસાડ)

અંધેશ્વર મહાદેવ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાના ચીકુના ઉત્પાદન માટે જાણીતા એવા અમલસાડ ખાતે આવેલ એક ઐતિહાસીક તેમ જ ભવ્ય મંદિર છે. આ મંદિર અમલસાડ ગામની ઉત્તર દિશામાં જતા રેલ્વે માર્ગ તેમ જ નવસારી જતા રાજ્ય ધોરી માર્ગ પર એક કિલોમીટર કરતાં ઓછા અંતરે આવેલું છે, જે તાલુકા મથક ગણદેવીથી ૬ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top